ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'આતંકવાદીઓને મદદ કરનારાઓને છોડવામાં નહીં આવે..', PM મોદીનું મોટું એલાન

નેશનલ / 'આતંકવાદીઓને મદદ કરનારાઓને છોડવામાં નહીં આવે..', PM મોદીનું મોટું એલાન

Published By: Priykant Shrimali

Last Updated: 03:55 PM, 3 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi On Pahalgam : આતંકવાદીઓને ટેકો આપનારાઓને કડક ચેતવણી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ

ADVERTISEMENT

PM Modi On Pahalgam : પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન સામે અનેક પ્રકારની કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન હવે PM મોદીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં PM મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને PM મોદીએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ લોરેન્સુ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે.

સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડતી વખતે PM મોદીએ કહ્યું કે,38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે એકમત છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે.

આતંકવાદીઓને આશ્રય આપનારાઓને કડક ચેતવણી

આતંકવાદીઓને ટેકો આપનારાઓને કડક ચેતવણી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, અમે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદ પારના આતંકવાદ સામેની અમારી લડાઈમાં અંગોલાના સમર્થન બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. PM મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા જાનહાનિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ રાષ્ટ્રપતિ લોરેન્કો અને અંગોલાનો આભાર વ્યક્ત કર્યો.

વધુ વાંચો : તપાસ માટે 3D મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરશે NIA, જાણો તે શું છે કેવી રીતે શંકજામાં આવશે આતંકીઓ?

અંગોલાને મદદની જાહેરાત કરતા PM મોદીએ કહ્યું, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અંગોલાના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે 200 મિલિયન ડોલરની સંરક્ષણ ક્રેડિટ લાઇન મંજૂર કરવામાં આવી છે. સંરક્ષણ પ્લેટફોર્મના Repair અને Overhaul અને પુરવઠા અંગે પણ ચર્ચા થઈ. અમને અંગોલાના સશસ્ત્ર દળોને તાલીમ આપવામાં મદદ કરવામાં ખુશી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pm Modi Pakistan Pahalgam Terror Attack

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ