ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તપાસ માટે 3D મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરશે NIA, જાણો તે શું છે કેવી રીતે શંકજામાં આવશે આતંકીઓ?

પહેલગામ એટેક / તપાસ માટે 3D મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરશે NIA, જાણો તે શું છે કેવી રીતે શંકજામાં આવશે આતંકીઓ?

Last Updated: 02:54 PM, 3 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam: પહેલગામ હુમલાની તપાસ માટે NIA 3D મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ત્યારે એ જાણીએ કે આ 3D મેપિંગ ટેકનોલોજી શું છે? અને હુમલાની તપાસમાં કેવી રીતે કામ આવશે?

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક ટીમ બુધવારથી હાઈટેક ડિવાઈસ સાથે ઘટના સ્થળની તપાસ કરી રહી છે. દરમિયાન, એવું સામે આવ્યું છે કે NIA ની એક ખાસ ટીમ બૈસરન ઘાટીમાં થયેલા હુમલાની તપાસ માટે આધુનિક ફોરેન્સિક ડિવાઈસનો ઉપયોગ કરવા જઈ રહી છે. આમાં 3D મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત પણ સામે આવી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે આ 3D મેપિંગ ટેકનોલોજી શું છે? પહેલગામ હુમલાની તપાસ માટે NIA આ ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરી રહી છે? હુમલો કરનારા આતંકવાદીઓ વિશે કઈ લેટેસ્ટ માહિતી બહાર આવી છે? આ સિવાય તપાસ એજન્સીઓ શું કાર્યવાહી કરી રહી છે? ચાલો જાણીએ.

pahalgam-attack-simple

શું હોય છે 3D મેપિંગ ટેકનોલોજી?

NIA સતત ત્રણ દિવસથી બૈસરનનો એક થ્રી-ડાયમેન્શનલ નકશો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ટેકનિક હેઠળ, કોઈપણ વિસ્તાર, માહોલ અથવા વસ્તુનું પ્રતીકાત્મક ચિત્રણ બનાવવામાં આવે આવે છે. એક રીતે, તે ટીવી પર ચાલતી ફિલ્મ જેવું છે, પરંતુ આ ફિલ્મના બધા પરિમાણો તમારી આસપાસ જ દેખાય છે, એ જ રીતે કે જાણે આખો ઘટનાક્રમ તમારી આસપાસ જ બન્યો હોય.

3D મેપિંગ કેવી રીતે કામ કરે છે?

બૈસરનના 3D મેપિંગ માટે, એજન્સીઓ વિસ્તારની સેટેલાઇટ છબીઓ, ડ્રોન દ્વારા શૂટ કરાયેલા વીડિયો અને પીડિતોના સંબંધીઓ, ઘોડેસવારો, દુકાનદારો અને નજીકમાં કામ કરતા લોકો પાસેથી એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરી રહી છે. આ દ્વારા, પહેલગામ હુમલાના ઘટનાસ્થળનું સમગ્ર દ્રશ્યને ડિજિટલ રીતે ફરીથી બનાવવામાં આવી રહ્યું છે.

Pahalgam-map

આ મેપિંગ LiDAR સ્કેનર્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે સેટેલાઇટ ફોટા, ડ્રોન વીડિયો અને સ્માર્ટફોનમાંથી લેવામાં આવેલા વીડિયોના આધારે પણ વિસ્તારના સચોટ ડેટાના આધારે 3D મેપ તૈયાર કરી આપે છે. આ ડેટાને ઓગમેન્ટેડ રિયાલિટી અથવા વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ દ્વારા આસપાસ જોઈ અને સમજી શકાય છે.

3D મેપિંગથી શું ફાયદો થશે?

નોંધનીય છે કે આ સમગ્ર ઘટના જ્યાં બની, તે જગ્યાની જમીન અસમથળ અને પહાડી હોવાની સાથે સાથે સાંકડી પણ છે. એટલું જ નહીં, આ વિસ્તાર જંગલોથી પણ ઘેરાયેલો છે. આના કારણે, ઘટના સ્થળે આતંકવાદીઓના આવવા અને તેમના ભાગી જવાનો રૂટ ભ્રમ પેદા કરનારો છે. અહીં 3D મેપિંગ ટેકનોલોજી કામમાં આવે છે, જે એ જટિલ પરિસ્થિતિઓને સરળ કરીને બતાવશે.

અહેવાલો અનુસાર, ઘટના સ્થળનો નકશો જે 3D મેપિંગ દ્વારા તૈયાર કરવામાં આવશે, તે એકદમ સચોટ અને ગ્રાફિક્સથી ભરેલો હશે. પછીથી આનો ઉપયોગ સેંકડો લોકોની પૂછપરછ દરમિયાન કરવામાં થઈ શકે છે, એ પણ તેમને ઘટના સ્થળ પર લાવ્યા વિના, પરંતુ બરાબર એ જ માહોલમાં. આ 3D મેપિંગ ટેકનોલોજી દ્વારા, ઘટનામાં સામેલ દરેક વ્યક્તિનું ચોક્કસ સ્થાન પણ જાણી શકાશે અને આતંકવાદીઓની એન્ટ્રી અને એક્ઝીટની પણ સચોટ માહિતી મળશે.

આ પણ વાંચો: ભારતીય સેનાની વધશે તાકાત, પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મળશે ઘાતક હથિયાર

અત્યારે ક્યાં છુપાયેલા છે પહેલગામ હુમલાના આતંકીઓ?

જમ્મુ અને કાશ્મીરમાં હાજર લશ્કરી સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, પહેલગામના બૈસરનમાં હુમલો કર્યા પછી આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના ગાઢ જંગલોમાં ભાગી ગયા હતા. ગુપ્ત માહિતી અને સર્ચ ઓપરેશન દ્વારા આતંકવાદીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. એક લશ્કરી અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ ગાઢ જંગલોનો ફાયદો ઉઠાવીને ભાગી રહ્યા છે, પરંતુ આ લાંબા સમય સુધી ચાલુ રહેશે નહીં.

pahalgam-attack-news-7-Heart

દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓની શોધ

માહિતી અનુસાર, સૌથી પહેલા અનંતનાગના પહેલગામમાં હપટ નાર ગામ નજીકના જંગલોમાં આતંકીઓ દેખાયા હતા. ત્યારબાદ કુલગામના જંગલોમાં તેમની હાજરી વિશે માહિતી મળી. સુરક્ષા દળોએ તેમને સ્થળ પર ચારે બાજુથી ઘેરી લીધા. ગોળીબાર થયો, પણ આતંકવાદીઓ ભાગી ગયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National Investigation Agency 3D Mapping Technology Pahalgam Terror Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ