બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:01 AM, 27 June 2025
ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મુસાફર ફ્લાઈટમાં હાજર લાઈફ જેકેટ ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ વીડિયો ફ્લાઈટમાં હાજર અન્ય એક મુસાફરે બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયો પર ઈન્ડિગો ઓથોરીટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ADVERTISEMENT
फ्लाइट में चोरी करता पकड़ा गया शख्स!
— Richa Chahar (@Richa15112000) June 26, 2025
इंडिगो की फ्लाइट में एक व्यक्ति ने "लाइफ जैकेट" चुरा कर अपने बैग में रख ली।
अब बताओ , फ्लाइट में जो लाइफ जैकेट हमारी जान बचाने के लिए हमारी सीट के नीचे रखी जाती है लोग उसी को चुरा ले जा रहे हैं !#indigoflight pic.twitter.com/eT6Or6Y3Vs
વીડિયો રેકોર્ડ કરતાં યુવકને યાત્રીએ ઘણું સંભળાવ્યું
ADVERTISEMENT
ફ્લાઇટમાં આ વીડિયો રેકોર્ડ કરનાર યુવકે મુસાફરને આવું કરતા અટકાવ્યો અને કહ્યું, "હું તમને ઘણા સમયથી જોઈ રહ્યો છું. તમે શું કરી રહ્યા છો? તમે લાઇફ જેકેટ ચોરી રહ્યા છો. તમે ખોટું કરી રહ્યા છો." તે આગળ કહે છે કે આ યોગ્ય નથી. આ મુસાફરોની સલામતી માટે છે અને તમે તેને ચોરીને બેગમાં રાખી રહ્યા છો. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની કોઈ માહિતી નથી મળી.

ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: આવું સાહસ માત્ર મહિલા જ કરી શકે! રેલવે ટ્રેક પર દોડાવી કાર, જુઓ વીડિયો
વીડિયો પર ઘણા યુઝર્સે કરી ગુસ્સાથી ભરપૂર કોમેન્ટ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, 'આવા મુસાફરને કડક સજા મળવી જોઈએ. આવા મુસાફરોને ફ્લાઇટમાં ચઢવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમના પાસપોર્ટ જપ્ત કરવા જોઈએ.' એક યુઝરે લખ્યું છે કે, 'ફ્લાઇટમાંથી લાઇફ જેકેટ ચોરી કરવી એ સજાપાત્ર ગુનો છે. આવા મુસાફરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.' એક યુઝરે લખ્યું કે હવે ચોરો ફ્લાઇટમાં મુસાફરી કરવા લાગ્યા છે. આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.