ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / આને કહેવાય ગજબ દિમાગ! ગરમીથી બચવા ટ્રેક્ટર પર જ બનાવી દીધો સ્વિમિંગ પુલ, જુઓ Video

દેશી જુગાડ / આને કહેવાય ગજબ દિમાગ! ગરમીથી બચવા ટ્રેક્ટર પર જ બનાવી દીધો સ્વિમિંગ પુલ, જુઓ Video

Published By: Chintan Chavda

Last Updated: 07:36 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tractor Swimming Pool: ગરમીથી બચવા લોકો ભાત-ભાતના આઇડિયા શોધતા હોય છે. એવા યુપીના કનોજના સિખાના વિસ્તારના રહેવાસી આસિફ નામના યુવકે દેશી જુગાડથી એવો સ્વિમિંગ પુલ બનાવ્યો છે. જુઓ વીડિયો...

ADVERTISEMENT

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ કોમન થઈ ગયો છે. તમે પણ સોશિયલ મીડિયાના કોઈને કોઈ પ્લેટફોર્મ પર હશો જ અથવા હોઈ શકે કે બધા જ ફેમસ પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ હોય જ્યાં તમે દિવસમાં થોડો ટાઈમ સ્ક્રોલિંગમાં પણ પસાર કરતા હશો. અને આ દરમિયાન સ્ટંટ, ડાન્સ, એક્ટિંગ, જુગાડ સહિત ભાત-ભાતના વીડિયો અને આ સિવાય જબરદસ્ત ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અને આ બધુ વાયરલ થઈ જતું હોય છે. અત્યારે પણ એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ગરમીથી બચવા લોકો ભાત-ભાતના આઇડિયા શોધતા હોય છે. એવા યુપીના કનોજના સિખાના વિસ્તારના રહેવાસી આસિફ નામના યુવકે દેશી જુગાડથી એવો સ્વિમિંગ પુલ બનાવ્યો છે. આ સ્વિમિંગ પુલનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જ વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા અમુક દિવસોમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ ઉપર જઇ રહ્યું છે. જેથી લોકો ભયંકર ગરમીથી બચવા અવનવી રીતો શોધી રહ્યા છે, એવામાં આ યુવકના દેશી જુગાડે બધાને ચોંકાવી દીધા છે.

ટ્રેક્ટર પર બનાવ્યો સ્વિમિંગ પુલ

આવી ભયંકર ગરમીથી બચવા માટે આસિફે પોતાના ટ્રેક્ટર પર જ એક સ્વિમિંગ પુલ બનાવી દીધો. તેને ટ્રેક્ટરન ટોલી પર એક મોટુ પોલીથીન પાથર્યું અને ટ્રેક્ટર લઈને નીકળી પડ્યો. આ બાદ જે પણ આ હાલતા-ચાલતા સ્વિમિંગ પુલને જુએ છે તે આમાં નાહીને ભયંકર ગરમીમાં ઠંડકની મજા માણી રહ્યા છે. લોકોને આ દેશી જુગાડથી બનેલા સ્વિમિંગ પુલને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ દેશી સ્વિમિંગ પુલમાં નાના બાળકો મસ્તી કરતાં જોઈ શકાય છે. એટલું જ નહિ બાળકોની સાથે યુવાનો પણ આ પુલની મજા માણતા જોઈ શકાય છે.

app promo3

વધુ વાંચો: VIDEO : છોકરીએ 'અશ્લિલ એક્શન' શરુ કરી દેતાં 80 વર્ષના કાકાથી ન રહેવાયું, જવાનીયાને શરમાવે તેવું કર્યું

વીડિયો થયો વાયરલ

ત્યારે કોઈ સ્થાનિકે આ દેશી જુગાડના સ્વિમીંગ પુલનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ વીડિયો વાયરલ થતાં જ દેશી જુગાડ વાળા સ્વિમિંગ પુલની ચર્ચા ખૂબ વધી ગઈ  છે. જેમ-જેમ ગરમી વધી રહી છે તેમ-તેમ લોકો વિચિત્ર જુગાડ બનાવી રહ્યા છે. એવામાં આ ભયંકર ગરમીથી બચવા માટે આ એક જબરદસ્ત આઈડિયા સાબિત થઈ શકે છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Desi Jugaad Tractor Swimming Pool National News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ