બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પિતા સેક્સ માણી શકે એટલે લગ્ન કર્યાં' પતિએ સસરા સાથે સુવાની ફરજ પાડી, સુસાઈડ નોટમાં કંપાવનારુ

કેરળ / 'પિતા સેક્સ માણી શકે એટલે લગ્ન કર્યાં' પતિએ સસરા સાથે સુવાની ફરજ પાડી, સુસાઈડ નોટમાં કંપાવનારુ

Chintan Chavda

Last Updated: 08:52 AM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAEમાં મહિલાના ફેસબુક એકાઉન્ટ પર મળેલી એક સુસાઇડ નોટ આ સમગ્ર ઘટનાનું ભયાનક સત્ય ઉજાગર કરે છે, જેમાં તેને તેના પતિ, સસરા અને ભાભી સામે જાતીય શોષણ, દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શારજાહ શહેરમાંથી એક કાળજૂ કંપાવતી ઘટના સામે આવી છે. કેરળની એક 33 વર્ષીય મહિલા 2020 માં લગ્ન કર્યા પછી શારજાહ ગઈ હતી. અલ નાહદામાં એક એપાર્ટમેન્ટમાં તેની એક વર્ષની પુત્રી સાથે મૃત હાલતમાં મળી આવી. શરૂઆતની તપાસમાં હત્યા પછી આત્મહત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલાના ફેસબુક એકાઉન્ટ પર મળેલી એક સુસાઇડ નોટ આ સમગ્ર ઘટનાનું ભયાનક સત્ય ઉજાગર કરે છે, જેમાં તેને તેના પતિ, સસરા અને ભાભી સામે જાતીય શોષણ, દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

મહિલાએ સોશિયલ મીડિયા પર જે સુસાઇડ નોટ છોડી છે તેમાં તેના સાસરિયાઓ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સુસાઇડ નોટ મુજબ, દહેજની સતત માંગણી કરવામાં આવતી હતી અને ઇનકાર કરવા પર તેને માર મારવામાં આવતો હતો. તેના પતિની મૌન સંમતિથી તેના સસરા દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. પતિ અશ્લીલ વીડિયો બતાવીને તેને સેક્સ માટે દબાણ કરતો હતો. પતિ કહેતો હતો કે, "મેં તારી સાથે ફક્ત મારા માટે જ નહીં પણ મારા પિતા માટે પણ લગ્ન કર્યા છે." તેના ગોરા રંગને કારણે, તેના પતિ અને પરિવાર દ્વારા તેનું માથું મુંડન કરાવ્યું હતું જેથી તે ઓછી આકર્ષક દેખાય. જ્યારે મહિલાએ તેના પતિને અન્ય મહિલાઓ સાથે સંબંધ બાંધવા દેવાનો ઇનકાર કર્યો, ત્યારે માસૂમ પુત્રીને પણ ત્રાસ આપવામાં આવ્યો.

app promo2

ભારતમાં કેસ નોંધાયો

મહિલાની માતાની ફરિયાદ અને સુસાઇડ નોટના આધારે, કેરળના કુંડારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે, જ્યારે તેના સાળા અને સસરાને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 85 (સ્ત્રી પ્રત્યે ક્રૂરતા), 108 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) અને દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961 ની કલમ 3 (દહેજ લેવું અથવા આપવું) હેઠળ સહ-આરોપી બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચો: અમદાવાદ એર ક્રેશ બાદ એર ઈન્ડિયાના તમામ વિમાનોને લઈને લેવાયો મોટો નિર્ણય, દેશમાં મોટી ચર્ચા

પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે પુત્રીનો તમામ સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો. સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પુત્રીએ છૂટાછેડા માટે કાનૂની નોટિસ પણ મોકલી હતી. પૌત્રી સાથે પણ અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

saxuel harassment National News UAE Crime
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ