ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તત્કાલ ટિકિટના નિયમો બદલાતા ઠગ ટોળકી સક્રિય, આ રીતે 60 સેકન્ડમાં થાય છે ખેલ

સ્કેમ / તત્કાલ ટિકિટના નિયમો બદલાતા ઠગ ટોળકી સક્રિય, આ રીતે 60 સેકન્ડમાં થાય છે ખેલ

Published By: Chintan Chavda

Last Updated: 05:51 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC Fraud in Tatkal Ticket: એક મીડિયા એજન્સીએ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ટેલિગ્રામ અને વોટ્સએપ પર એક્ટિવ એક ઓનલાઈન રેકેટ શોધી કાઢ્યું છે. જ્યાં IRCTC તત્કાલ ટિકિટ બુકિંગ અંગે 40 થી વધુ ગ્રુપનું નેટવર્ક એક્ટિવ છે.

ADVERTISEMENT

સરકાર છેતરપિંડી રોકવા માટે ટિકિટ બુકિંગમાં વિવિધ ફેરફારો કરી રહી છે, ત્યારે તેનાથી સંબંધિત એક મોટી 'છેતરપિંડી'નો ખુલાસો થયો છે. ઇન્ડિયા ટુડેની OSINT ટીમે ટેલિગ્રામ અને વોટ્સએપ પર એક્ટિવ એક ઓનલાઈન રેકેટ શોધી કાઢ્યું છે. જ્યાં IRCTC તત્કાલ ટિકિટ બુકિંગ અંગે 40 થી વધુ ગ્રુપનું નેટવર્ક એક્ટિવ છે. આ ગ્રુપ બોટ્સ અને આધાર-વેરિફાઇડ IRCTC એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને 60 સેકન્ડમાં ટિકિટ બુકિંગનો દાવો કરે છે, જેનાથી યુઝર્સનો ડેટા જોખમમાં મુકાય છે. સરકારે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો બદલ્યા પછી પણ આ ગ્રુપ એક્ટિવ થયા છે.

scame-7

આ ઈ-ટિકિટિંગના મોટા ઓનલાઈન કાળા બજારનો એક ભાગ છે, જ્યાં હજારો એજન્ટો એક્ટિવ જોવા મળે છે. સરકારી નિયમો લાગુ થયા પછી પણ તેમનો ધંધો ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રેન ઉપડે તેના 24 કલાક પહેલા તત્કાલ ટિકિટ બુકિંગ વિન્ડો ખુલે છે. આવી સ્થિતિમાં, બોટ્સ અથવા એજન્ટો દ્વારા ઘણીવાર તત્કાલ ટિકિટ થોડીક સેકન્ડમાં બુક કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય નાગરિકો ટિકિટ બુક કરી શકતા નથી.

નવા નિયમ પછી તરત જ શરૂ થયો આ ખેલ

અહેવાલોમાં ખુલાસો થયો છે કે રેલવે મંત્રાલયે જાહેરાત કરી હતી કે 1 જુલાઈથી ફક્ત આધાર ઓથેનતિફાઇ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે, તે પછી તરત જ, સોશિયલ મીડિયા ચેનલો પર ઇ-ટિકિટિંગ રેકેટોએ એજન્ટો અને ખરીદદારો બંનેને આધાર-વેરિફાઇડ IRCTC ID અને OTP વેચવાનું શરૂ કર્યું.

irctc-final

રેકેટનો પર્દાફાશ

ફક્ત એજન્ટો જ નહીં, આ ઈ-ટિકિટિંગ રેકેટમાં ટેકનોલોજીને જાણીને નકલી સર્વિસ આપનાર પણ સામેલ છે જેઓ કથિત રીતે IRCTC સિસ્ટમમાં રહેલી ખામીઓનો ઉપયોગ કરે છે અને શંકાસ્પદ ટેલિગ્રામ અને વોટ્સએપ એકાઉન્ટ્સ દ્વારા 60 સેકન્ડમાં તત્કાલ ટિકિટ બુક કરવાનો દાવો કરે છે. આ ગ્રુપના એડમિન તેમની ઓળખ છુપાવવા માટે ઇન્ટરનેશનલ નંબરોનો ઉપયોગ કરે છે.

app promo3

IRCTC એકાઉન્ટ 360 રૂપિયામાં વેચાઈ રહ્યું છે

મીડિયા રિપોર્ટ અનુસાર, આધાર વેરિફાઇડ IRCTC યુઝર આઈડી ખુલ્લેઆમ માત્ર 360 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. આ એકાઉન્ટ્સનો ઉપયોગ તત્કાલ ટિકિટ બુક કરવા માટે OTP જનરેટ કરવા માટે થઈ રહ્યો છે. આ કામ મેન્યુઅલ નથી, પરંતુ એજન્ટો બુકિંગની ઝડપ વધારવા અને વાસ્તવિક યુઝર્સ માટે સિસ્ટમ ઓવરલોડ કરવા માટે બોટ્સ અથવા ઓટોમેટિક બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરવાનો દાવો કરે છે.

વધુ વાંચો: પહેલા કારમાં, પછી હોટલમાં, 16 વર્ષના વિદ્યાર્થીનો મહિલા શિક્ષકે કર્યો બળાત્કાર, કહાની કાળજું કંપાવનારી

તેઓ તત્કાલ ટિકિટ આટલી ઝડપથી કેવી રીતે બુક કરાવે છે?

આ રેકેટની મોડસ ઓપરેન્ડી સમજવા માટે, ઇન્ડિયા ટુડેએ ટેલિગ્રામ ગ્રુપ 'ફાસ્ટ તત્કાલ સોફ્ટવેર' માંના એકની અંદરની પ્રવૃત્તિનું ત્રણ મહિનાથી વધુ સમય સુધી બારીકાઈથી નિરીક્ષણ કર્યું જેથી તેમની ટિકિટિંગ કામગીરી સમજી શકાય. ત્યારે જાણવા મળ્યું કે ગેરકાયદેસર નેટવર્ક પાછળના રેકેટ ઓપરેટરો અથવા ટેકનિકલ માસ્ટરમાઇન્ડ એજન્ટોને બોટ્સ વેચી રહ્યા છે. એજન્ટોને તેમના બ્રાઉઝરમાં આ બોટ્સ ઇન્સ્ટોલ કરવા અને બુકિંગ ઝડપથી પૂર્ણ કરવા માટે ઓટોફિલ સેવાનો ઉપયોગ કરવા કહેવામાં આવે છે, જેના કારણે વાસ્તવિક IRCTC યુઝર્સ ટિકિટ બુક કરવામાં નિષ્ફળ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Indian Railways Fraud in Tatkal Ticket

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ