બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : બેવફા સોનમ! રાજા રઘુવંશીની અંતિમ વિધિમાં આંખો ફાટી જાય તેવું દેખાયું, લોકોએ કૂટી લીધી છાતી

મેઘાલય કપલ કેસ / VIDEO : બેવફા સોનમ! રાજા રઘુવંશીની અંતિમ વિધિમાં આંખો ફાટી જાય તેવું દેખાયું, લોકોએ કૂટી લીધી છાતી

Last Updated: 09:24 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્દોરના રાજા રઘુવંશીની અંતિમ વિધિમાં એક હેરાનીભર્યો બનાવ સામે આવ્યો છે.

લગ્ન બાદ હનીમૂન પર પતિ રાજા રઘુવંશીની હત્યા કરનારી ઈન્દોરની સોનમ રઘુવંશી કેસમાં ચોંકાવનારા ખુલાસાં સામે આવી રહ્યાં છે. પત્ની સોનમને હાથે હત્યાનો ભોગ બનનાર રાજા રઘુવંશીની માતા ઉમા રઘુવંશીએ એક હેરાનીભર્યો ખુલાસો કર્યો છે. ઉમા રઘુવંશીએ કહ્યું કે લોકો વાતો કરી રહ્યાં છે કે સોનમનો કહેવાયો પ્રેમી રાજ કુશવાહા, જે મેઘાલયના શિલોંગમાં રાજાની હત્યામાં સામેલ હતો, તે રાજાની સ્મશાન યાત્રામાં જોવા મળ્યો હતો અને સોનમના પિતા સાથે ચાલતો જોવા મળ્યો હતો. કોઈને વહેમ ન પડે એટલે તેણે આવું કર્યું હશે.

સોનાની ચેઈન લઈને મેઘાલય જવા નીકળ્યો ત્યારે માતા ડરી

રાજા રઘુવંશીની માતાએ કહ્યું કે જ્યારે તે તેની સોનાની ચેઈન પહેરીને મેઘાલય જવા નીકળ્યો ત્યારે તે થોડી ગભરાઈ ગઈ હતી. "મને ડર હતો કે તે ચેઈનને કારણે મુશ્કેલીમાં મુકાઈ જશે." જોકે, તેણીએ એમ પણ ઉમેર્યું કે તેણીને નથી લાગતું કે સોનમે તેને લૂંટવા માટે સોનાની ચેઈન પહેરવાનું કહ્યું હશે. તેની પુત્રવધૂ જે ઘરેણાં લઈ રહી હતી તેના વિશે તેણે કહ્યું, "તેના બધા સોનાના ઘરેણાં તેના ઘરે છે. તેની પાસે ફક્ત તેનું મંગળસૂત્ર, એક હીરાનું બ્રેસલેટ અને એક-બે વીંટી હતી.

રાજાના હત્યારા પકડાયાં

રાજ કુશવાહા અને વિશાલ ચૌહાણને ઇન્દોરમાં પકડવામાં આવ્યા હતા, જ્યારે આકાશ રાજપૂતને નજીકથી પકડવામાં આવ્યો હતો. આનંદ કુર્મીને બીનાના બસરી ગામમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો, અને આકાશ લોધીને શનિવાર અને રવિવારની વચ્ચે ઉત્તર પ્રદેશના લલિતપુરમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

સોનમે ભાડુતી માણસો રોકીને પતિની હત્યા કરાવી

પોલીસના જણાવ્યા અનુસાર, પત્ની સોનમ પર કોન્ટ્રાક્ટ કિલરોને ભાડે રાખીને હત્યાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. એમપીના ઈન્દોરના કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીનો મામલો ઉકેલાઈ ગયો છે. રાજા રઘુવંશીની લાશ મળ્યાં બાદ તેની પત્નીની શોધ ચાલતી હતી જે હવે પૂરી થઈ છે. પોલીસે યુપીના ગાઝીપુરમાંથી સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે.

વધુ વાંચો : 19 વર્ષની ગર્લફ્રેન્ડની સળગતી ચિતામાં કૂદી પડ્યો બોયફ્રેન્ડ, બળી જાય તે પહેલાં બન્યું આઘાતનું, ડાઘુઓ ડર્યાં

23મીએ કપલ શિંલોગની પહાડીઓમાં ગુમ

ઈન્દોરનું નવપરિણીત યુગલ, રાજા રઘુવંશી અને પત્ની સોનમ, 23 મેના રોજ ગુમ થયું હતું. મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યારે રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂનના રોજ એક ખાડીમાંથી મળી આવ્યો હતો અને હવે 17 દિવસ સોનમ મળી આવી છે જે હત્યારી નીકળી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indore couple missing Raja Raghuvanshi murder indore sonam arrest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ