ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO: ફૂલ સ્પીડમાં આવતી બાઈક અંડરપાસમાં ખાબકી, યુવક-યુવતીનું મોત

દુર્ઘટના / VIDEO: ફૂલ સ્પીડમાં આવતી બાઈક અંડરપાસમાં ખાબકી, યુવક-યુવતીનું મોત

Published By: Vidhata Gothi

Last Updated: 12:40 PM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Greater Noida Ducati Accident Video: ગ્રેટર નોઈડામાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક હાઈ સ્પીડ ડુકાટી બાઇક અંડરપાસની રેલિંગ તોડીને નીચે પડી ગઈ. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વેસ્ટમાં થયેલા એક દર્દનાક માર્ગ અકસ્માતે બધાને ચોંકાવી દીધા છે. આ ઘટના સોમવારની છે, જેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. રાત્રે લગભગ 2 વાગ્યે, ચાર મૂર્તિ સર્કલ પાસે એક હાઇ સ્પીડ ડુકાટી બાઇક બેકાબૂ થઈ ગઈ અને નિર્માણાધીન અંડરપાસની લોખંડની સેફ્ટી રેલિંગ તોડીને લગભગ 7-8 ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં બાઇક ચલાવનાર યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

મૃતકોની ઓળખ 28 વર્ષીય અંકુર સિંહ અને 25 વર્ષીય કશિશ તરીકે થઈ છે. આ ઘટના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

Vtv App Promotion 2

આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બાઇકની સ્પીડ કેટલી વધારે હશે અને ટક્કર કેટલી જબરદસ્ત હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડુકાટી બાઇક ખૂબ જ સ્પીડમાં સર્કલ ક્રોસ કરે છે અને અંડરપાસની અધૂરી સેફ્ટી રેલિંગ તોડીને સીધી નીચે પડી જાય છે. બાંધકામ હેઠળના અંડરપાસ પર સલામતી માટે ફક્ત કામચલાઉ લોખંડની રેલિંગ લગાવવામાં આવી હતી, જે બાઇકની સ્પીડ સામે ટકી શકી નહીં.

આ પણ વાંચો: VIDEO: વાંદરો બન્યો ડોક્ટર! દર્દીની સાથે દવાની કરી તપાસ, વીડિયો વાયરલ

સ્થાનિક લોકોનું કહેવું છે કે બાંધકામ ચાલતું હોવાને કારણે પૂરતા ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ નહોતા, જેના કારણે આવી દુર્ઘટના બની હતી. વિસ્તારના રહેવાસીઓએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે રાત્રે બાંધકામ સ્થળોએ યોગ્ય લાઇટિંગ, બેરિકેડિંગ અને સાઇનબોર્ડ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Greater Noida Ducati Accident Video Bike Accident CCTV

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ