બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ફૂલ પીને આવ્યો પેસેન્જર, ફ્લાઈટના ટોઈલેટ પાસે એર હોસ્ટેસની છાતીમાં નાખ્યો હાથ, પ્રવાસીઓમાં પેનિક
Last Updated: 12:37 PM, 8 May 2025
ફ્લાઈટમાં પણ પ્રવાસીઓ સખણાં નથી રહેતા. એક ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતીનો બનાવ સામે આવ્યો છે. દિલ્હીથી શિરડી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે છેડતી કરવાના આરોપમાં એક પુરુષ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પેસેન્જર દારુના નશામાં હતો
આ ઘટના વિમાનના ટોઇલેટ પાસે બની હતી જ્યારે નશાની હાલતમાં એક વ્યક્તિએ એર હોસ્ટેસને પાછળથી પકડી હતી અને તેની છાતી પર હાથ નાખ્યો હતો. એર હોસ્ટેસે તાત્કાલિક ક્રૂ મેનેજરને જાણ કરી હતી, જેમણે લેન્ડિંગ સમયે સુરક્ષા કર્મચારીઓને જાણ કરી હતી, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. શુક્રવારે બપોરે શિરડી એરપોર્ટ પર ફ્લાઇટ ઉતર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રાહા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો, અને તબીબી તપાસમાં પુષ્ટિ મળી હતી કે મુસાફરે દારૂ પીધો હતો.
ADVERTISEMENT
પ્રવાસીઓ હેરાન રહ્યાં
ફ્લાઈટમાં એર હોસ્ટેસની છેડતી પર પ્રવાસીઓ પણ હેરાન રહ્યાં હતા અને તેમણે હો-હા મચાવી હતી. બધાએ એર હોસ્ટેસ સાથે સહાનુભૂતિ પ્રગટ કરી હતી.
ADVERTISEMENT
ઈન્ડિગોએ શું પ્રતિક્રિયા આપી
ADVERTISEMENT
ઈન્ડિગોના પ્રેસ સ્ટેટમેન્ટમાં એવું લખ્યું કે અમે 2 મે, 2025 ના રોજ દિલ્હીથી શિરડી જતી ફ્લાઇટ 6E 6404 માં બનેલી ઘટનાથી વાકેફ છીએ જ્યાં એક ગ્રાહકે કેબિન ક્રૂ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. અમારા ક્રૂએ નિયમોનું પાલન કર્યું. ઉતરાણ સમયે, પેસેન્જરને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. ઇન્ડિગોમાં, અમે બધા માટે સલામત અને આદરણીય વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને થતી કોઈ પણ અસુવિધા માટે દિલગીર છીએ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.