બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'સેક્સ માટે પતિને ના કહેવી, તે....', કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટનો મોટો ચુકાદો

છૂટાછેડા / 'સેક્સ માટે પતિને ના કહેવી, તે....', કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટનો મોટો ચુકાદો

Vidhata Gothi

Last Updated: 10:03 AM, 20 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી કરતાં કહ્યું, "મિત્રોની સામે પતિનું અપમાન અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના ખોટા આરોપો ચોક્કસપણે માનસિક યાતનાનું કારણ બને છે અને ક્રૂરતાની શ્રેણીમાં આવે છે."

બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે જો કોઈ પત્ની પોતાના પતિનું મિત્રોની સામે અપમાન કરે છે, પતિ સાથે સેક્સ કરવાનો ઇનકાર કરે છે અને તેના પર પાયાવિહોણા એક્સ્ટ્રા મેરિટલ અફેરના સંબંધોનો આરોપ લગાવે છે, તો આ વર્તન "ક્રૂરતા" ની શ્રેણીમાં આવે છે અને હિન્દુ લગ્ન કાયદા હેઠળ છૂટાછેડા માટે યોગ્ય આધાર છે.

જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ડૉ. નીલા ગોકલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે આ ચુકાદો આપ્યો. કોર્ટ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેણે પુણે ફેમિલી કોર્ટના નવેમ્બર 2019 ના નિર્ણયને પડકાર્યો હતો. પુણે ફેમિલી કોર્ટે તેના નિર્ણયમાં પતિને છૂટાછેડા લેવાની મંજૂરી આપી હતી.

DIVORCE

આ દંપતીએ ડિસેમ્બર 2013 માં લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષમાં જ, બંને પરસ્પર મતભેદોને કારણે અલગ થઈ ગયા. જુલાઈ 2015 માં, મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે માનસિક ત્રાસ, સ્ત્રીધનને રાખવા અને તેને ઘરમાંથી કાઢી મૂકવા જેવા આરોપો લગાવ્યા હતા. જોકે, બાદમાં મહિલાએ ફેમિલી કોર્ટમાં 'વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના' માટે અરજી દાખલ કરી, જેમાં તેણે કહ્યું કે તે લગ્નને ખતમ કરવા માંગતી નથી, તેનાથી વિપરીત, પતિએ ક્રૂરતા અને પરિત્યાગના આધારે છૂટાછેડા માટે અરજી કરી.

પતિએ લગાવ્યા ગંભીર આરોપો

પતિએ કોર્ટને જણાવ્યું કે પત્નીએ તેની સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો હતો, મિત્રોની સામે તેનું અપમાન પણ કરતી હતી, તેના પર ખોટા એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ લગાવતી હતી. પતિએ કોર્ટને જણાવ્યું કે પત્ની તેની દિવ્યાંગ બહેન સાથે અમાનવીય વર્તન કરતી હતી, જેના કારણે તેનું સ્વાસ્થ્ય બગડી ગયું. એટલું જ નહીં, તેણે ઓફિસ સ્ટાફ સાથે પણ દુર્વ્યવહાર કર્યો, જેના કારણે પતિને માનસિક પીડા થઈ.

Vtv App Promotion 2

હાઇકોર્ટે પત્નીની અપીલ ફગાવી દીધી

2019 માં, પુણે ફેમિલી કોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી અને પતિને છૂટાછેડા આપ્યા. આની સામે, મહિલાએ 2021 માં બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી અને દર મહિને 10,000 રૂપિયા ભરણપોષણની માંગણી પણ કરી. હાઇકોર્ટે મધ્યસ્થી દ્વારા બંને પક્ષોને સમાધાન કરાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચે સમાધાન થવાની કોઈ શક્યતા નથી અને કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાના આધારે પત્નીના આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું.

આ પણ વાંચો: VIDEO: હૈદરાબાદમાં ભારે વરસાદ પછી ફ્લાયઓવર 'સ્વિમિંગ પુલ'માં ફેરવાયો

કોર્ટની ખાસ ટિપ્પણીઓ

કોર્ટે કહ્યું કે, "પતિના કર્મચારીઓ સાથે પત્નીનું વર્તન, મિત્રોની સામે પતિનું અપમાન અને એક્સ્ટ્રા મેરિટલ અફેરના ખોટા આરોપો ચોક્કસપણે માનસિક યાતનાનું કારણ બને છે અને ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. પતિ સાથે સેક્સ કરવાનો ઇનકાર કરવો અને દિવ્યાંગ બહેન પ્રત્યે ઉદાસીનતા પણ માનસિક ત્રાસનું કારણ છે." તેથી, કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવીને મહિલાની અપીલ ફગાવી દીધી અને દર મહિને 10,000 રૂપિયા ભરણપોષણની માંગને પણ ફગાવી દીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bombay High Court Divorce Case National News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ