બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:46 AM, 2 November 2025
PM Modi Road Show in Bihar: બિહારમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની રાજધાની પટનામાં રોડ શો કરશે. રવિવારે વડાપ્રધાન મોદી કેટલાય જિલ્લાઓમાં જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. ભાજપ બિહાર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે શનિવારે જણાવ્યું કે, વડાપ્રધાન રવિવાર 2 નવેમ્બરના રોજ ભોજપુર, નવાદા અને આરામાં જાહેર સભાઓને સંબોધિત કરશે અને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના ઉમેદવારોના સમર્થનમાં અપીલ કરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાજપ પ્રદેશ પ્રમુખ જયસ્વાલે જણાવ્યું કે, આ જિલ્લાઓમાં રેલીઓ કર્યા પછી, પીએમ મોદી સાંજે 5 વાગ્યે પટનાના દિનકર ચોકથી ગાંધી મેદાન સુધી રોડ શો કરશે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ અને NDA કાર્યકર્તાઓ હાજર રહેશે, અને સ્થાનિક લોકો પણ PM મોદીના રોડ શોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

ADVERTISEMENT
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, વડાપ્રધાન મોદી 3 નવેમ્બરના રોજ કટિહાર અને સહરસામાં બે જાહેર સભાઓને સંબોધિત કરશે. આ સભાઓમાં વડાપ્રધાન મોદી સીમાંચલ અને કોસી ક્ષેત્રના લોકોને સંબોધિત કરશે. આ પછી 6 નવેમ્બરે પણ પીએમ મોદી અરરિયા જિલ્લાના ફોર્બ્સગંજમાં બીજી જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની રેલીઓથી રાજ્યભરમાં ચૂંટણી વાતાવરણ વધુ જોશથી ભરાઈ જશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વાહ.., દેશમાં એકસાથે 4-4 વંદે ભારત લોન્ચ થશે, જુઓ કયા-કયા રૂટ પર દોડશે
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, ભાજપે મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતો એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો છે, જેના અંતર્ગત પીએમ મોદી 4 નવેમ્બરે બિહારની મહિલાઓ સાથે વાતચીત કરશે. આ વાતચીતમાં તેઓ મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને NDA સરકારના વિકાસ કાર્યો પર ચર્ચા કરશે. ભાજપનું કહેવું છે કે આ કાર્યક્રમનો હેતુ મહિલા મતદારો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે. પાર્ટીનું માનવું છે કે મહિલાઓ જ ભાજપની વાસ્તવિક વોટ બેંક છે, અને વડાપ્રધાનની આ વાતચીત મહિલા મતદારોમાં પાર્ટીના સમર્થનને વધુ મજબૂત બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.