બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ISROની વધુ એક કમાલ, 4400 કિલોગ્રામ વજનની 'બાહુબલી' સેટેલાઈટ કરી લોન્ચ

ગર્વ / ISROની વધુ એક કમાલ, 4400 કિલોગ્રામ વજનની 'બાહુબલી' સેટેલાઈટ કરી લોન્ચ

Ajitsinh Jadeja

Last Updated: 06:37 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Satellite: ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. નૌકાદળ હવે વધુ સારી રીતે સંચાર કરી શકશે અને દુશ્મનના પ્રદેશ પર નજર રાખી શકશે

Satellite: ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. નૌકાદળ હવે વધુ સારી રીતે સંચાર કરી શકશે અને દુશ્મનના પ્રદેશ પર નજર રાખી શકશે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે. ઇસરો દ્વારા તેના બાહુબલી રોકેટ, LVM3-M5 નો ઉપયોગ કરીને તેને લોન્ચ કરવામાં આવ્યો હતો.

ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 (GSAT-7R) સંચાર સેટેલાઇચટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે. તેનાથી નૌસેનાની સ્પેસ બેસ્ડ કમ્યુનિકેશન અને દરિયાઈ ક્ષેત્રની નિગરાનીની ક્ષમતા મજબૂત થશે. સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, તે નૌકાદળના જહાજો, વિમાનો અને સબમરીનને જોડશે.

CMS-03 (GSAT-7R) સેટેલાઇટ શું છે?

GSAT-7R એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે, એટલે કે તે સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે કામ કરશે. તે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ નૌકાદળના જહાજો, વિમાનો, સબમરીન અને દરિયાઈ કામગીરી કેન્દ્રો વચ્ચે ઝડપી અને સુરક્ષિત સંચાર પ્રદાન કરશે.

સૌથી મોટી ખાસ વાત એ છે તે ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે કમ્યુનિકેશન સેટેલાઇટ છે. આશરે 4,400 કિલોગ્રામ વજન ધરાવે છે. તેમાં નૌકાદળની જરૂરિયાતો માટે ખાસ રચાયેલા ઘણા સ્વદેશી ઘટકો છે. આ આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં આપણે આપણી પોતાની ટેકનોલોજીને મજબૂત બનાવી રહ્યા છીએ.

isro-satellite-launch

કેવી રીતે લોન્ચ થયું?

આ ઉપગ્રહ 2 નવેમ્બર 2025 ના સાંજે 5:26 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) ના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ. આ ISRO કેન્દ્ર રોકેટ લોન્ચ માટે જાણીતુ છે. ISRO ના વૈજ્ઞાનિકોએ તેને વિકસાવવા માટે મહિનાઓ સુધી સખત મહેનત કરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 'ધમાકો પાકિસ્તાનમાં થતો અને ઊંઘ કોંગ્રેસ ઉડી જાતી..', PM મોદીના કોંગ્રેસ પર શાબ્દિક ચાબખા

ભારતીય નૌકાદળ માટે તે શા માટે મહત્વપૂર્ણ છે?

આજે દરિયાઈ સુરક્ષા પડકારો નોંધપાત્ર રીતે વધી ગયા છે. ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને કારણે હિંદ મહાસાગરમાં તણાવ વધારે છે. GSAT-7R નૌકાદળને અવકાશમાંથી દેખરેખ રાખવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની શક્તિ આપશે. નૌકાદળના વડાએ જણાવ્યું હતું કે આ ઉપગ્રહ રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા તરફ એક મોટું પગલું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ISRO Satellite Science News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ