બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / 2025ની ઘટનાઓ પર શખ્સે બનાવ્યું એવું ગીત કે, સાંભળ્યા વગર નહીં રહી શકો

વાયરલ / 2025ની ઘટનાઓ પર શખ્સે બનાવ્યું એવું ગીત કે, સાંભળ્યા વગર નહીં રહી શકો

Published By: Vidhata Gothi

Last Updated: 09:29 AM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: વર્ષ 2025નો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં એટલી બધી ઘટનાઓ ઘટી ચુકી છે કે લોકો પણ પરેશન છે. હવે આ ઘટનાઓને લઈને એક વ્યક્તિએ ગીત બનાવ્યું છે જે વાયરલ થઈ રહ્યું છે.

Viral Video: દર વર્ષે 31 ડિસેમ્બરે, લોકો જૂના વર્ષને વિદાય આપીને નવા વર્ષનું ખૂબ જ આનંદથી સ્વાગત કરે છે અને આશા રાખે છે કે નવું વર્ષ ખૂબ સારું રહેશે. બધાએ વર્ષ 2025નું સ્વાગત એ જ આશાઓ સાથે કર્યું હશે કે વર્ષ ખૂબ જ જોરદાર જશે. પરંતુ હજુ તો અડધું જ વર્ષ ખતમ પસાર થયું છે, પણ અત્યાર સુધીમાં એવી ઘટનાઓ ઘટી ચુકી છે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ બધી જ ઘટનાઓને એકસાથે જોડીને, એક વ્યક્તિએ તેના પર એક ગીત બનાવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આ વ્યક્તિએ ગીતમાં કઈ ઘટનાઓ રાખી છે અને તે પછી ગીત પણ સાંભળી લો.

ગીતમાં કઈ ઘટનાઓનો ઉલ્લેખ

હાલમાં વાયરલ થઈ રહેલા ગીતની શરૂઆતમાં, વ્યક્તિ લોકોને પૂછી રહ્યો છે કે 2025 માં શું જોયું. આ પછી, તે કહે છે કે આપણે સમય પહેલા ચોમાસુ જોયું. મે મહિનામાં જૂન જોયું, જેનો અર્થ છે કે તે તીવ્ર ગરમી વિશે વાત કરી રહ્યો છે. આ પછી, તે હનીમૂન પર થયેલી રાજા રઘુવંશીની હત્યા વિશે વાત કરે છે. ગીતમાં આગળ, તે પહેલગામ આતંકવાદી હુમલા વિશે પણ વાત કરે છે. આ પછી, તે ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કરે છે. એટલું જ નહીં, તે ગીતમાં ડ્રમ હત્યા કેસનો પણ ઉલ્લેખ કરે છે. તે RCB ફાઇનલ અને અંતે અમદાવાદમાં ઘટેલી વિમાન દુર્ઘટના વિશે પણ વાત કરે છે. આ ગીત તમે પણ સાંભળો.

Vtv App Promotion 1

આ પણ વાંચો: VIDEO: તમે ટ્રાય ન કરતા! ટ્રેનમાં ટિકિટ ચેકિંગથી બચવા ગજબ જુગાડ! વીડિયો વાયરલ

આ ગીત ઇન્સ્ટાગ્રામ પર garamkalakar નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે, '2025 આધા અભી બાકી હૈ, બસ કર ખુદા ઇતના અભી કાફી હૈ.' આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને ગીતને લાઇક કર્યું છે. ગીત સાંભળ્યા પછી, લોકોએ કોમેન્ટ સેક્શનમાં ગીત લખનાર વ્યક્તિની પ્રશંસા કરી છે. તેઓએ વિવિધ ઇમોજી દ્વારા પોતાનું રિએક્શન પણ આપ્યું છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral song on 2025 Viral Video 2025 Aadha Abhi Baki Hai

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ