ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / CEO ઉડ્ડયન મંત્રી સામે હાથ જોડીને ઊભા રહ્યાં બાદ કેન્દ્રે કર્યું મોટું એલાન, IndiGoની હવા ટાઈટ!

સંકટ / CEO ઉડ્ડયન મંત્રી સામે હાથ જોડીને ઊભા રહ્યાં બાદ કેન્દ્રે કર્યું મોટું એલાન, IndiGoની હવા ટાઈટ!

Published By: Hiralal Parmar

Last Updated: 09:53 PM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંકટનો સામનો કરી રહેલી ઈન્ડિગો એરલાઈન સામે કેન્દ્ર સરકારે એક મોટું એક્શન લીધું હતું.

ADVERTISEMENT

સરકારે IndiGo સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં શેડ્યૂલ ફ્લાઇટ્સમાં 1-10 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. નોંધનીય છે કે પાયલોટ રોસ્ટર પ્લાનિંગ સંબંધિત નિયમોને કારણે ઇન્ડિગોએ છેલ્લા કેટલાક દિવસોમાં 2,000 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

સીઈઓ કાલે ફરી હાજર થશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફરી એકવાર ઇન્ડિગોના સીઈઓને બુધવારે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. મંત્રી રામ મોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે ઇન્ડિગોના સીઈઓએ મંત્રાલયને જાણ કરી હતી કે 6 ડિસેમ્બર સુધી રદ કરાયેલી બધી ફ્લાઇટ્સ માટે રિફંડ આપવામાં આવ્યું છે. મંગળવારે સવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઇન્ડિગોને તેના ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ નિર્દેશ આપવામાં આવ્યો છે. DGCA એ આ શિયાળાની ઋતુ માટે દર અઠવાડિયે 15,014 ફ્લાઇટ્સને મંજૂરી આપી છે. ગયા મહિને, કંપનીએ 951 ફ્લાઇટ્સ રદ કરી હતી, જ્યારે 64,346 ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી હતી.

કંપનીના સીઈઓએ શું કહ્યું?

મંગળવારે ઇન્ડિગોના સીઈઓએ એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. પીટર એલ્બર્સે દાવો કર્યો હતો કે ઇન્ડિગોની ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ ગઈ છે. પરિસ્થિતિ 10 થી 15 ડિસેમ્બર વચ્ચે થાળે પડી જશે.

શું છે ઈન્ડિગોનું સંકટ

ઇન્ડિગો ફ્લાઇટ્સમાં સતત વિક્ષેપને કારણે ભારતના એરપોર્ટ પર ફસાયેલા લાખો મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત મુખ્ય એરપોર્ટ પર ઇન્ડિગોની મોટા પાયે ફ્લાઇટ રદ થવાથી અંધાધૂંધી સર્જાઈ છે. મંગળવારે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ એરપોર્ટથી આવતી અને જતી 350 થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

IndiGo IndiGo crisis IndiGo row

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ