બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતની ગુપ્તચર એજન્સી RAW અને IBમાં નોકરી કેવી રીતે મળે? જાણો સંપૂર્ણ વિગતો

તમારા કામનું / ભારતની ગુપ્તચર એજન્સી RAW અને IBમાં નોકરી કેવી રીતે મળે? જાણો સંપૂર્ણ વિગતો

Priykant Shrimali

Last Updated: 08:46 PM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RAW and IB Job : ફિલ્મોમાં RAW અને IBની ભૂમિકા જોઈ તમને પણ જો અહીં જોબ કરવાની ઈચ્છા તો થઈ જાય પણ તમે જાણતા નથી કે અહીં જોબ કઈ રીતે મેળવી શકાય કે પછી ત્યાં કેટલો પગાર હોય ? જાણો અહીં તમામ સવાલોના જવાબ

RAW and IB Job : આપણે ત્યાં મોભાદાર નોકરીમાં જેની ગણતરી થાય છે તે RAW અને IB વિભાગ વિશે લોકો બહુ ઓછું જાણતા હોય છે. હા, ફિલ્મોમાં RAW અને IBની ભૂમિકા જોઈ તમને પણ જો અહીં જોબ કરવાની ઈચ્છા તો થઈ જાય પણ તમે જાણતા નથી કે અહીં જોબ કઈ રીતે મેળવી શકાય કે પછી ત્યાં કેટલો પગાર હોય ? આ સવાલના જવાબ તમને આજના આપણાં આ આર્ટીકલમાં મળી જશે. શું તમે પણ દેશની સુરક્ષામાં યોગદાન આપવા માંગો છો, શું તમે ગુપ્તચર એજન્સીમાં કામ કરવાનું સ્વપ્ન જુઓ છો? જો હા તો RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) અને IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) તમારા માટે શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પો હોઈ શકે છે. બંને નોકરીઓ ખૂબ જ આદરણીય છે, જેના કારણે દરેક યુવા તેમાં જોડાવા માંગે છે.

સૌથી પહેલા જાણીએ કે શું છે આ RAW ?

સરળ ભાષામાં સમજીએ તો RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ભારતની ગુપ્તચર એજન્સી છે જેની સ્થાપના 21 સપ્ટેમ્બર 1968 ના રોજ થઈ હતી. તેનું મુખ્ય કાર્ય વિદેશી ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું, આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું અને વૈશ્વિક સ્તરે ભારતના હિતોનું રક્ષણ કરવાનું છે.

RAW એજન્ટોને ગુપ્ત મિશન માટે તાલીમ આપવામાં આવે છે. આ મિશન દેશની બહાર પણ હોઈ શકે છે જે જવાબદારી અને જોખમથી ભરેલું છે. આમાં RAW એજન્ટે હંમેશા ધ્યાન રાખવું પડે છે કે, કોઈપણ સંજોગોમાં દેશને લગતી કોઈ ગુપ્ત માહિતી લીક ન થાય.

હવે જાણીએ શું છે IB ?

IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) દેશની સૌથી જૂની ગુપ્તચર એજન્સી છે જે દેશની અંદર સુરક્ષા સંબંધિત માહિતી પર કામ કરે છે. IBનું મુખ્ય કાર્ય આંતરિક સુરક્ષા જોખમોને શોધવાનું, રાજ્ય અને કેન્દ્ર સરકારોને ગુપ્ત માહિતી પૂરી પાડવાનું અને આતંકવાદ અને સાયબર જોખમો પર નજર રાખવાનું છે.

કઈ રીતે થાય છે RAW માં ભરતી ?

વિગતો મુજબ RAWમાં ક્યારેય સીધી ભરતી થતી નથી. મોટાભાગની પસંદગી UPSC અથવા SSC દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અથવા ભારતીય વિદેશ સેવા (IFS) દ્વારા. RAWમાં ભરતી IB માંથી પ્રમોશન દ્વારા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત સંરક્ષણ સેવાઓ અથવા કેન્દ્રીય સશસ્ત્ર દળોના અધિકારીઓની પણ નિમણૂક કરી શકાય છે.

હવે જાણીએ કે RAWમાં કેટલો પગાર મળે છે?

આપણાં દેશમાં RAW એજન્ટને આપવામાં આવતો પગાર અને સુવિધાઓ કોઈપણ સામાન્ય સરકારી નોકરી કરતા તદ્દન અલગ અને ખાસ હોય છે. જોકે તેમના પગાર સંબંધિત કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. જોકે આપણે અહેવાલો અને અંદાજ મુજબ માનીએ તો RAW એજન્ટનો માસિક પગાર સંભવિત રીતે 80,000 રૂપિયાથી 1.3 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત તેમને દર વર્ષે બે મહિનાનો વધારાનો પગાર પણ આપવામાં આવે છે.

માનો કે તમે કામથી વિદેશમાં છો તો ?

RAWમાં જ્યારે વિદેશમાં પોસ્ટ કરાયેલા એજન્ટોને વિદેશી ભથ્થું અને ખાસ મોંઘવારી ભથ્થું મળે છે, જે તેમની પોસ્ટિંગ અનુસાર નક્કી કરવામાં આવે છે. અહીં એક સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, RAW અધિકારીઓને ગુપ્ત ભથ્થું પણ આપવામાં આવે છે જે ક્યારેક તેમના પગાર અને મોંઘવારી ભથ્થા કરતાં વધુ હોય છે. આ તેમની ભૂમિકાની સંવેદનશીલતા અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

હવે જાણો IB ભરતી કરી રીતે થાય છે ?

આપણાં દેશમાં IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) માં ભરતી સીધી છે અને આ માટે MHA (ગૃહ મંત્રાલય) સમયાંતરે સૂચનાઓ બહાર પાડે છે. જેમાં ખાસ કરીને મુખ્ય પોસ્ટ્સ ઇન્ટેલિજન્સ બ્યુરો ACIO (સહાયક સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર), સુરક્ષા સહાયક અને JIO (જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર) છે. IB માં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ની પોસ્ટ માટે સીધી ભરતી સમયાંતરે કરવામાં આવે છે, જેમાં ગ્રેજ્યુએટ અને 18-27 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

આ પણ વાંચો : આધાર કાર્ડને ઘરે બેઠા જ પાન કાર્ડ સાથે લિંક કરો, તમારે મોકલવો પડશે માત્ર એક SMS

હવે જો આપણે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ટીયર-1, ટીયર-2 અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત SSC CGL પરીક્ષા IBમાં ASO (આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર)ની પોસ્ટ પર નિમણૂક તરફ દોરી જાય છે. આ પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 30 વર્ષ છે અને પસંદગી પ્રક્રિયામાં ટીયર-1, ટીયર-2 અને ઇન્ટરવ્યુનો પણ સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Intelligence Bureau RAW Jobs IB Jobs
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ