ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તહેવારો વચ્ચે આતંકી કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

કાર્યવાહી / તહેવારો વચ્ચે આતંકી કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

Published By: Priykant Shrimali

Last Updated: 06:36 AM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Crime : પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, શું આ આતંકવાદીઓ પાકિસ્તાની ISISના નિર્દેશ પર દિલ્હીમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા?

ADVERTISEMENT

Delhi Crime : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદનો મોટો કાવતરું નિષ્ફળ બનાવતાં બે શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે, જેઓ દિલ્હીમાં કથિત રીતે આત્મઘાતી હુમલાની તાલીમ લઈ રહ્યા હતા. ધરપકડ કરાયેલા બંને શંકાસ્પદોમાં મોહમ્મદ અદનાન (દિલ્હી) અને અદનાન ખાન (ભોપાલ) નો સમાવેશ થાય છે.

ISIS સાથેની વફાદારીનો ખુલાસો

એડિશનલ ડી.સી.પી. પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે, મોહમ્મદ અદનાને પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તેણે સીરિયા સ્થિત ISIS હેન્ડલર મારફતે વર્તમાન ખલીફા અબુ હાફ્સ અલ-હાશિમી અલ-કુરૈશી પ્રત્યે બય્યાહ (વફાદારીનો શપથ) લીધો હતો. પોલીસે તેની પાસેથી તે વીડિયો પણ જપ્ત કર્યો છે જેમાં અદનાન ISISની યુનિફોર્મ પહેરીને આ શપથ લેતો દેખાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ મોડ્યુલ સોશિયલ મીડિયા પર ઉગ્રવાદી સામગ્રી પ્રસારિત કરીને યુવાનોને ISIS સાથે જોડાવા માટે ઉશ્કેરતું હતું. બંને શંકાસ્પદો વિવિધ પ્લેટફોર્મ પર સક્રિય હતા અને ઓનલાઈન નેટવર્ક મારફતે આતંકવાદી પ્રવૃત્તિઓનું સંકલન કરતા હતા.

ગુપ્ત માહિતીના આધારે 16 ઓક્ટોબરે ઇન્સ્પેક્ટર માન સિંહ અને ઇન્સ્પેક્ટર ધીરજ મહાલવતની ટીમે દક્ષિણ દિલ્હીના સાદિક નગર વિસ્તારમાં છાપો મારીને મોહમ્મદ અદનાનને ઝડપ્યો. તેના ઘરમાંથી પોલીસે ISIS સંબંધિત સાહિત્ય, ધ્વજ, બય્યાહ વખતે પહેરેલા કપડાં, રિમોટ ડિટોનેશન સિસ્ટમ બનાવવા માટેની સૂચનાઓ, પ્લાસ્ટિક બોમ્બ તથા મોલોટોવ કોકટેલ સંબંધિત સામગ્રી, ત્રણ મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક અને ટાઈમર ઘડિયાળ જપ્ત કર્યા.

ભોપાલથી અદનાન ખાનની ધરપકડ

ભોપાલ ATSની સહાયથી 18 ઓક્ટોબરે મધ્યપ્રદેશના કરોંદ વિસ્તારમાંથી અદનાન ખાનને ધરપકડ કરવામાં આવ્યો. તેણે પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તે સોશિયલ મીડિયા પર જેહાદી સામગ્રી જોઈને કટ્ટરપંથી બની ગયો હતો. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધમકીભરી પોસ્ટ્સ કરી હતી, જેમાં જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને ધમકાવતી પોસ્ટ પણ સામેલ હતી.

શંકાસ્પદોના પરિવાર

દિલ્હીના અદનાન મધ્યમ વર્ગના પરિવારમાંથી છે. તેના પિતા દૂરદર્શનમાં ડ્રાઈવર છે, માતા ગૃહિણી છે. 2022માં પરિવાર દિલ્હી સ્થાયી થયો હતો. 2023માં સોશિયલ મીડિયા પર ઉગ્રવાદી પૃષ્ઠો ફોલો કર્યા પછી તે ISIS વિચારધારાથી પ્રભાવિત થયો. ભોપાલનો અદનાન ખાન પણ મધ્યમ વર્ગીય પરિવારમાંથી છે. તેના પિતા ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ છે અને માતા પાર્ટ-ટાઇમ અભિનેત્રી છે. હાલ તે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ ઓનલાઈન પ્રચારથી પ્રભાવિત થઈ તેણે જેહાદી વિચારધારાને સ્વીકારી હતી.

પાકિસ્તાન સાથેના સંભવિત સંબંધો

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ ISIS મોડ્યુલના પાકિસ્તાની ISI સાથે સંભવિત સંબંધો છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે શું આ બંને શંકાસ્પદ આતંકવાદીઓ ISIના ઈશારે દિલ્હી પર આત્મઘાતી હુમલો કરવાની યોજના ઘડી રહ્યા હતા.

આ પણ વાંચો : અચાનક શું થયું? સોના-ચાંદીના ભાવમાં ઘરખમ ઘટાડો, રેટ જાણશો તો ખરીદવા દોડશો

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

આ ઘટનાને પગલે દિલ્હી સહિત સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે છેલ્લા એક મહિનામાં મધ્યપ્રદેશમાંથી ISIS સાથે જોડાયેલા આ બીજા આતંકવાદીની ધરપકડ છે. અગાઉ રાજગઢ જિલ્લાના બિયાઓરા શહેરમાંથી કામરાન કુરેશી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Crime Delhi Police Pakistan

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ