બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 AM, 8 April 2025
આજે પણ જ્યારે સુરતનો ગ્રષ્મા હત્યા કેસની વાત આવે છે તો રુંવાડા ઉભા થઇ જાય છે. તો ફરી એકવાક એક કિશોરી સાથે આવી જ ઘટના બની છે. અંતર હલાવી નાખે તેવી ઘટના દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કિર્બી પ્લેસ બસ સ્ટોપ પાસે બની છે. 17 વર્ષીય કિશોરી પર રોડ વચ્ચે એક યુવકે છરી વડે ક્રૂર હુમલો કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
ADVERTISEMENT

પોલીસ અનુસાર, રવિવારે મોડી સાંજે 20 વર્ષીય યુવક અમિતે છોકરી પર હુમલો કર્યો હતો. કારણ માત્ર એટલું હતું કે છોકરીએ દિવસ દરમિયાન તેની લગ્નની રજૂઆતને નકારી દીધી હતી. ગુસ્સામાં ભરાયેલા અમિતે રસોડાની છરી લઈ આવી અને છોકરીને ગળા અને પેટમાં અનેક વાર ઈજા પહોંચાડી. છોકરી બૂમો પાડી રહી હતી ત્યારે અજાણ્યા રાહદારે પોલીસને જાણ કરી અને છોકરીને હોસ્પિટલ લઇ ગયા હતા.
ADVERTISEMENT

પીડિતાની માતાએ જણાવ્યું કે છોકરી મંગળવારે પોતાનો 18મો જન્મદિવસ મનાવવા જતી હતી પણ આજે તે વેન્ટિલેટર પર છે અને જીવન માટે સંઘર્ષ કરી રહી છે. માતા એકલી છે અને ઘરોમાં કામ કરે છે. છોકરીને બે ભાઈ-બહેન છે એક બહેન જે પહેલેથી પરણી ગઈ છે અને એક 15 વર્ષનો ભાઈ. પિતા તેમને છોડી ગયા છે અને ઉત્તર પ્રદેશમાં બીજા લગ્નજીવન જીવી રહ્યા છે.
ADVERTISEMENT
જ્યાં છોકરી પાર્ટ-ટાઈમ નોકરી કરતી હતી, ત્યાં જ આરોપી અમિત પણ કામ કરતો હતો. બંને વચ્ચે પહેલાં મિત્રતા હતી પણ પાછળથી કોઈ કારણસર અનબન થઇ હતી. આરોપીએ છોકરીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને આખરે લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે છોકરીએ એ નકારી કાઢ્યું, ત્યારે આરોપીએ ગૂસ્સામાં આવી હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે આરોપીએ હુમલાના પછી પોતે પણ છરીથી પોતાને ઘાયલ કર્યો હતો. બંનેને DDU હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર છે. ઘટના સ્થળેથી છરી મળી આવી છે.
ADVERTISEMENT

પોલીસે ઘટના સ્થળની તપાસ કરી રહી છે અને CCTV ફૂટેજ પણ મેળવી રહી છે. સાથે ત્યાં હાજર લોકોના નિવેદન પણ લીધા છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો 45 સેકન્ડનો એક ડરામણો વીડિયો વાયરલ થયો છે જેમાં લોહીલુહાણ યુવક અને યુવતી ફૂટપાથ પર પડેલા નજરે પડે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO: નજર હટી દુર્ઘટના ઘટી, બાઈકચાલક ધડાકાભેર ટ્રક સાથે અથડાયો
આ સમગ્ર ઘટનાને લઇને અનેક પ્રશ્નો ઊભા થાય છે . જેમ કે શું સમાજ આજે પણ છોકરીની ‘ના’ સહન કરવા તૈયાર નથી? કેવી રીતે કોઇ યુવાન આવી હદ સુધી જઇ શકે છે? હવે આખી તપાસ અમિતના ઈરાદા, તૈયારી અને તેના અપમાનની લાગણી પાછળના માનસિક દ્રષ્ટિને સમજવા તરફ આગળ વધી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.