ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શું નીતિશ કુમાર વગર ભાજપ સરકાર બનાવી શકશે? આંકડાકીય વિગત સાથે સમજો સમીકરણ

Analysis / શું નીતિશ કુમાર વગર ભાજપ સરકાર બનાવી શકશે? આંકડાકીય વિગત સાથે સમજો સમીકરણ

Published By: Nidhi Panchal

Last Updated: 02:57 PM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકારણમાં ભયંકર ફેરફાર લાવ્યો છે. કોઈ એક્ઝિટ પોલે સાચી આગાહી ન કરી, પરંતુ નક્કી છે કે હવે રાજકીય રમત ખૂબ જ રોમાંચક બની ગઈ છે.

ADVERTISEMENT

બિહાર વિધાનસભા ચૂંટણીના તાજેતરના પરિણામોએ રાજકીય દૃશ્યને સંપૂર્ણપણે બદલાવી દીધું છે. કુલ 11 એક્ઝિટ પોલ્સ જાહેર થયા હતા, જેમાંથી મોટા ભાગે ખોટી આગાહી કરવામાં આવી. માત્ર એક એક્ઝિટ પોલ, “પોલ ડાયરી”, એ જણાવ્યુ હતું કે NDA 184 થી 206 બેઠકો જીતશે. જ્યારે હકીકતમાં આ આંકડો 200 બેઠકો સુધી પહોંચ્યો, ત્યારે આ એક્ઝિટ પોલને લઈને ખાસ ચર્ચા થઇ રહી છે.

nitish

આ વખતે સૌથી વધુ ચર્ચાનો વિષય છે ભાજપનું પ્રદર્શન. ભાજપે બિહારમાં 101 બેઠકો પર ચૂંટણી લડી અને તેમાં 91 બેઠકો જીતવીમાં સફળ રહી. આ સાથે, ભાજપ રાજ્યમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જો જુએ તો 2010ની ચૂંટણીમાં પણ ભાજપે એટલી જ બેઠકો જીતી હતી, પરંતુ તે સમયે JDU સૌથી મોટો પક્ષ હતો. આ વખતની સ્થિતિ પહેલા જેવી નથી, કારણ કે ભાજપને હવે પોતાનું મજબૂત સ્થાન મળી ગયું છે.

JDU પણ સારું પ્રદર્શન

જ્યારે JDU પણ સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે 79 બેઠકો સાથે તે ભાજપથી 12 બેઠકો પાછળ રહી. આથી એવું લાગી રહ્યું છે કે ભાજપ, JDU વિના પણ સત્તા સ્થાપિત કરવા માટે તત્પર થઈ શકે છે. આ સંદર્ભમાં ચિરાગ પાસવાનની LJP-R, જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLM પાર્ટી મહત્વપૂર્ણ બની રહી છે.

nitish-kumar-and-modi

બિહાર વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો

વાસ્તવમાં, બિહાર વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી છે. ભાજપ પાસે 91 બેઠકો છે, જ્યારે ચિરાગ પાસવાનની LJP-R પાસે 21 બેઠકો છે. જો બંને જોડાય તો સંખ્યા 112 થઈ જાય છે. ત્યાર બાદ HAM ની 5 અને RLM ની 4 બેઠકો મળીને કુલ 121 થાય છે. આમાં એક BSP ઉમેદવારને જો ટેકો મળે તો બહુમતી સંપૂર્ણ થઈ શકે છે. અન્ય પક્ષોના કેટલાક ધારાસભ્યો ગેરહાજર રહી જાય તો પણ સરકાર રચાઈ શકે છે. પરંતુ, આમ કરવા માટે BJP માટે કેટલાક રાજકીય જોખમો હશે, અને તે શક્યતા ઓછા છે.

vtv app promotion

બીજી તરફ, નીતિશ કુમાર પાસે પણ વિકલ્પો ખુલ્લા છે. જો તેમની 79 બેઠકોને RJD ની 28, કોંગ્રેસની 5, AIMIM/Owaisi ની 5 અને અન્ય 9 બેઠકો સાથે જોડવામાં આવે તો તેઓ અલગથી સરકાર બનાવી શકે છે. જોકે આ માટે તેમને અનેક પક્ષોને સમાધાન કરવા પડશે, જેમાં કેટલીક ધાર્મિક અને ઉગ્ર રાજકીય વિચારધારા ધરાવતી પાર્ટીઓ પણ સામેલ છે.

આ પણ વાંચો : જોરદાર! પરીક્ષા વગર સરકારી નોકરીની ભરતી બહાર પડી, 6 આંકડામાં પગાર, છેલ્લી તારીખ નજીકમાં

આ પરિણામોથી સ્પષ્ટ છે કે બિહારની રાજકીય સ્થિતિ અત્યારે અત્યંત રસપ્રદ છે. BJP માટે, બહુમતી મેળવવાનો માર્ગ મુશ્કેલ છે, જ્યારે નીતિશ કુમાર માટે રાજકીય લવચીકતા વધુ છે. પરિણામે, બિહારમાં આગામી દિવસોમાં સરકાર રચનાને લઈને રાજકીય તંત્રમાં નવી ગતિવિધિ જોવા મળશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Election 2025 BJP JDU

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ