બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રખ્યાત સિંગર હવે ચૂંટણીમાં ઝંપલાવશે! ભાજપની ટિકિટ પર લડી શકે ઈલેક્શન

રાજકારણ / પ્રખ્યાત સિંગર હવે ચૂંટણીમાં ઝંપલાવશે! ભાજપની ટિકિટ પર લડી શકે ઈલેક્શન

Jay Bhatt

Last Updated: 12:33 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે અને ગમે તે સમયે ચૂંટણી પંચ તારીખોનું એલાન કરી શકે છે, ત્યારે હવે બિહારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રખ્યાત સિંગર પર ચૂંટણી લડી શકે છે.

Election News : બિહાર વિધાનસભાની ચૂંટણીનું એલાન હવે ગણતરીની કલાકોમાં જ થઈ શકે છે. સાંજ સુધીમાં ચૂંટણી પંચ તારીખોને લઈ મોટી જાહેરાત કરી શકે છે, ત્યારે હવે આ ચૂંટણીમાં પ્રખ્યાત સિંગર પણ ઝંપલાવી શકે છે.

બે તબક્કામાં મતદાન થઈ શકે

બિહારમાં બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓ 22 નવેમ્બર પહેલા ચૂંટણી પૂર્ણ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, 243 સભ્યોની બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.આજે સોમવારે (06 ઓક્ટોબર 2025) સાંજે 4 વાગ્યે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે એક પત્રકાર પરિષદ યોજશે.

Vtv App Promotion

ચૂંટણીની તારીખો પહેલા આવ્યા મોટા સમાચાર

ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા જ બિહારમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિહારની લોકપ્રિય ગાયક મૈથિલી ઠાકુર બિહાર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે, ગાયક કલાકાર ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે. જો કે હજુ સુધી સત્તાવારપ જાહેરાત બાકી છે.

મૈથિલી ઠાકુરને ભાજપ ટિકિટ આપી શકે

નોંધનીય છે કે, હાલમાં જ ભાજપના બિહાર પ્રભારી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે મૈથિલી ઠાકુરે મુલાકાત કરી હતી. મૈથિલીને ભાજપ ટિકિટ આપવાનું વિચારી શકે છે. જો તેઓ વિધાનસભા ચૂંટણી લડે છે, જો સિંગરને ટિકિટ આપવામાં આવશે તો તે મધુબની જિલ્લાની બેનપટ્ટી બેઠક પરથી પસંદ કરવામાં આવી શકે છે.

વધુ વાંચો : જાણીતી મુસ્લિમ સંસ્થાએ લખ્યો PM મોદીને પત્ર, મામલો RSS-'ભારત રત્ન' સાથેનો

મૈથિલી ઠાકુર કોણ છે?

મૈથિલી ઠાકુર બિહારના મધુબની જિલ્લાના બેનપટ્ટીની રહેવાસી છે. 2011માં, તેણે ઝી ટીવીના લોકપ્રિય શો ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’માં ભાગ લીધો હતો. ભલે તે આ શો જીતી ન શકી, પરંતુ મૈથિલિના સુરીલા અવાજે સંગીતની દુનિયામાં અલગ ઓળખ અપાવી છે, ત્યારબાદ મૈથિલીને અનેક ફિલ્મો, ભજન અને લાઇવ પર્ફોર્મન્સમાં ભાગ લેવાની તક મળી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maithili thakur May Contesting Election Maithili thakur news Bihar News, Bihar Assembly Election
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ