બ્રેકિંગ ન્યુઝ
Election 2025: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. રાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો વ્યસ્ત છે, ત્યારે ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને મોટી જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
ચૂંટણી પંચે આજે સાંજે 4 પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. પ્રેસ રિલીઝ અનુસાર, ચૂંટણી પ્રેસ કોન્ફરન્સ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાશે. સૂત્રો સૂચવે છે કે ચૂંટણી પંચ આ પ્રેસ કોન્ફરન્સમાં 2025 બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. મત ગણતરી અને ચૂંટણી પૂર્ણ થવાની તારીખો જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, ગઈકાલે (05 ઓક્ટોબર 2025) પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, 'આગામી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી નવી પહેલ હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, અને તે પહેલાં ચૂંટણીઓ યોજાશે.
ADVERTISEMENT

મતદાનમાં ટેક્નોલોજીનો સહારો લેવાશે
ADVERTISEMENT
આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, 'મતદાનની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજીનો પણ સહારો લેવામાં આવ્યો છે. દરેક બૂથ પર 1200થી વધુ મતદાતાઓ નહી હોય. મતદાન માટે તમામ પ્રકારની સુવિધા આપતા ઉપરાંત ઉમેદવારની રંગીન ફોટો કાર્ડ પર લગાવવામાં આવશે. તમામ ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
વધુ વાંચો : ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઇ મોટા સમાચાર, આ ચહેરો સૌથી વધુ ચર્ચામાં
ADVERTISEMENT
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે
2020ની બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજાઈ હતી. જો કે તે સમયે કોવિડ-19 મહામારીને કારણે ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવાની સંભાવના છે. જો કે ચૂંટણી પંચ જાહેરાત કર્યા બાદ જ ખબર પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.