ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફટાફટ બેંકોના કામકાજ પતાવી દેજો, આટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ RBIનું લિસ્ટ

કામની વાત / ફટાફટ બેંકોના કામકાજ પતાવી દેજો, આટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ RBIનું લિસ્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 08:24 AM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holiday : બેંકિંગ કર્મચારીઓના કાર્યજીવનને સંતુલિત કરવા માટે મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે જેથી કામ વધુ સારી રીતે થઈ શકે. હવે જાણો જુલાઈ મહિનામાં હજી કેટલા દિવસ બંધ રહેશે બેંકો

ADVERTISEMENT

Bank Holiday : જો તમે આ સપ્તાહના અંતે બેંક સંબંધિત કોઈપણ કામ પૂર્ણ કરવાનું વિચારી રહ્યા છો તો જાણી લેજો કે, દેશની તમામ ખાનગી અને સરકારી બેંકો 12 જુલાઈ, શનિવારના રોજ બંધ રહેશે. કારણ કે આજે મહિનાનો બીજો શનિવાર છે અને ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર આ દિવસે બેંકો બંધ રહે છે.

બેંકમાં જઈને તમે કામ નહીં કરી શકો

રિઝર્વ બેંક અનુસાર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. આવી સ્થિતિમાં તમે શાખામાં જઈને ચેક ક્લિયરિંગ, રોકડ જમા કરાવવા, લોકર ખોલવા જેવા કામો કરાવી શકશો નહીં. આ માટે તમારે સોમવારની રાહ જોવી પડશે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી.

આ સમય દરમિયાન તમે પૈસાની લેવડદેવડ કરવા અને બેલેન્સ ચેક કરવા માટે ATM, નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI જેવી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. બેંકિંગ કર્મચારીઓના કાર્યજીવનને સંતુલિત કરવા માટે, મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે જેથી કામ વધુ સારી રીતે થઈ શકે. RBI એ 28 ઓગસ્ટ 2015 ના રોજ સત્તાવાર રીતે આ જાહેરાત કરી હતી.

જુલાઈમાં બેંક રજાઓ

  • 13 જુલાઈ - રવિવાર
  • 20 જુલાઈ - રવિવાર
  • 26 જુલાઈ - ચોથો શનિવાર
  • 27 જુલાઈ - રવિવાર

આ પણ વાંચો : બ્લુ આધાર કાર્ડ શું છે? કોના માટે બનાવવું જરૂરી? જાણો તમામ સવાલના જવાબ

આ હતી સપ્તાહના અંતે રજાઓની યાદી. હવે જોઈએ કે જુલાઈમાં આ સિવાય કયા દિવસોમાં બેંકો બંધ રહેશે.

  • 14 જુલાઈ (સોમવાર) – બેહ દીનખલમ - મેઘાલયમાં જૈંતિયા જાતિ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર.
  • 16 જુલાઈ (બુધવાર) – હરેલા તહેવાર નિમિત્તે બેંકો બંધ રહેશે. તે ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ઉજવવામાં આવે છે.
  • 17 જુલાઈ (ગુરુવાર) – યુ તિરોટ સિંહની પુણ્યતિથિ પર મેઘાલયમાં બેંકો બંધ રહેશે.
  • 19 જુલાઈ (શનિવાર) – ત્રિપુરામાં કેર પૂજાની ઉજવણીને કારણે બેંકો બંધ રહેશે.
  • 28 જુલાઈ (સોમવાર) – ગંગટોકમાં બેંકો દ્રુકપા ત્સે-જી, બૌદ્ધ તહેવાર માટે બંધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reserve Bank Bank holidays government banks

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ