બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / NASA's LRO to provide data about the lost Lander Vikram to ISRO

VTV Special / ISROને વિક્રમ લૅન્ડરની ખબર હવે LRO આપશે, 6 વર્ષ સુધી રાખશે ચાંપતી નજર

Published By: Shalin

Last Updated: 09:21 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન ૨ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કેમ તૂટી ગયો અને તેની હાલથી સ્થિતિ શું છે તે જાણવું ઈસરો માટે ખુબ જરૂરી છે. તેની વધુ માહિતી, ઈમેજીસ અને ડેટા ઈસરોને હવે નાસા દ્વારા બનાવેલું યાન LRO મોકલશે. તો જાણીએ કે આ LRO યાન શું છે?

ચંદ્રયાન ૨ના છૂટાં પડેલા વિક્રમ લેન્ડરની અપડેટ્સ મેળવવા માટે નાસા હવે ઈસરોની વહારે આવશે. નાસાનું યાન LRO ઈસરોના લેન્ડર વિક્રમની લોકેશનની ઉપરથી મંગળવારે પોતાની કક્ષામાં પરિભ્રમણ કરવાનું છે. LRO વિક્રમની નક્કી કરેલ લેન્ડિંગ સ્થળના ફોટોઝ લઈને ઈસરોને આપશે તેવું LROના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક નોહ પેટ્રોએ અમેરિકન મીડિયાને જણાવ્યું છે.

LRO શું છે?

LRO(Lunar Reconnaissance Orbiter) નાસાનું એક સ્પેસક્રાફ્ટ છે જે ચંદ્રની કક્ષામાં ઘૂમી રહ્યું છે. તે ચંદ્રની સપાટીની છબીઓ લઈને તેનો ડેટા ભેગો કરે છે જેથી ચંદ્રની સપાટી ઉપર પાણી,બરફ અને અન્ય શોધખોળ થઇ શકે અને ભવિષ્યના મિશનને તે કામમાં લાગી શકે. નાસાના કહેવા મુજબ LROનો મુખ્ય હેતુ ચંદ્રની ૩D સર્ફેસ ઈમેજીસ લઈને તેનો ૫૦ cm રેઝોલ્યુશન ઈમેજીઝ વાળો નકશો તૈયાર કરવાનો છે. આ નકશાનો ઉપયોગ ભવિષ્યના સમાનવ મીશનો માટે અને ધ્રુવ પ્રદેશો પર પાણી અને બરફની શોધખોળ માટે કરવામાં આવશે. 

LRO લોન્ચિંગ સમયે : સોર્સ nasa.gov.in

LRO ક્યારથી કાર્યરત છે?

LRO છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે. તે જુન ૨૦૦૯થી ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ કરે છે. સપ્ટેમ્બર ૨૦૧૦માં તેણે તેનું પ્રાથમિક મિશન પૂરું કર્યું. ૨૦૧૯ બાદ પણ તે બીજા ૬ વર્ષ સુધી કામ કરી શકે તેટલુ બળતણ તેની પાસે બચ્યું છે.

LROની અત્યાર સુધીની શોઘો

નાસાના વડાએ જણાવ્યું છે કે આ મીશનથી ચંદ્રને લગતી આશ્ચર્યજનક માહિતી બહાર આવી છે. આ મીશને ચંદ્ર ઉપર દિવસ રાતના તાપમાનના ચાર્ટ, ચંદ્રના આકારનો ડેટા, હાઈ રેઝોલ્યુશન તસ્વીરો અને UV કિરણો ચંદ્રની સપાટી પર કેટલા પરાવર્તિત થાય છે અને કેટલા શોષાઈ જાય છે વગેરે વિષયો ઉપર માહિતી ભેગી કરી. ચન્દ્રના ધ્રુવપ્રદેશો ઉપર આ મીશને ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણકે આ પ્રદેશો જેમાં સતત પડછાયો રહે છે ત્યાં પાણી અને બરફના ભંડાર હોવાની સંભાવના છે. 

૧૫ માર્ચ ૨૦૧૧ના રોજ LROએ ૧૯૨ ટેરાબાઈટથી વધુનો ડેટા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ઉપલબ્ધ કર્યો. આજ દિન સુધી LRO નાસાના પ્લેનેટરી ડેટા સીસ્ટમ (PDS)ને મોટા પ્રમાણમાં ડેટા મોકલે છે. આટલો મોટા પ્રમાણમાં ડેટા કોઈ પ્લેનેટરી સાયન્સ મીશન દ્વારા બનાવવામાં આવ્યો નથી.             
 

સંકળાયેલા મુદ્દાઓ

Chandrayaan-2 ISRO LRO Nasa Vikram Lander ચંદ્રયાન-2 નાસા વિક્રમ લેન્ડર VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ