બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / narmada district became the most attarcted places for pre wedding shoot for gujarati couples

જોવાલાયક / કચ્છ કે પોળો ફોરેસ્ટ નહીં... ગુજરાતનો આ જિલ્લો બન્યું પ્રિ-વેડિંગ માટે ફેવરિટ સ્થળ, કુદરતી સૌંદર્યના કારણે યુવાનોમાં વધ્યો ક્રેઝ

Published By: Vaidehi

Last Updated: 05:06 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ કુદરતી સૌંદર્યની વચ્ચે કપલ્સ પ્રિ-વેડિંગ શૂટ કરાવતાં હોય છે તેવામાં આપણાં ગુજરાતની આ જગ્યા ફોટોગ્રાફર્સની અને કપલ્સની ફેવરેટ પ્લેસ બની ગઈ છે.

  • પ્રિવેડિંગ ફોટો શૂટ માટેનું ફેવરિટ સ્થળ
  • ગુજરાતમાં કપલ આ જગ્યાએ કરવા છે પ્રિ-વેડિંગ શૂટ
  • પ્રિવેડિંગ શૂટનાં કારણે અનેક રોજગારીમાં વધારો થાય છે

પ્રિવેડિંગ શૂટ માટેનું બેસ્ટ સ્થળ: પ્રિવેડિંગ શૂટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલના કારણે આ સ્થળનાં સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો છે . હાલમાં મેરેજ પહેલા પ્રિવેડિંગ શૂટનો ક્રેઝ વધ્યો છે. દરેક કપલ ફોટોશૂટ માટે વિશેષ સ્થળની પસંદગી કરે છે અને જે તે જગ્યાએ તેમના આયોજન મુજબ ફોટો અને વીડિયો શુટ કરાવે છે. આ કારણે સ્થાનિક વેપારીઓને ઘણો ફાયદો થયો છે.

આ સ્થળ બન્યું ફેવરેટ પ્લેસ 
હાલમાં લગ્નસરાની મોસમ શરૂ થઈ ગઈ છે.  ઢોલ ઢબુકતાં અને શરણાઈનાં સૂર વાગતા અનેક લોકોની રોજગારી પણ શરૂ થઇ ગઈ છે.  ત્યારે નર્મદા જિલ્લામાં પણ  લગ્ન શરૂ થતાં બજારો અને લગ્ન સાથે જોડાયેલ ધંધાને રોજગાર મળી રહ્યાં છે. હાલ લગ્ન પહેલા વધી રહેલા ક્રેઝ પ્રિ વેડિંગ શૂટને  લીધે નર્મદા જિલ્લાનાં અનેક સ્થળો પર ફોટોગ્રાફી વધી ગઈ છે. આ પ્રિવેડિંગમાં બે થી ત્રણ ફોટોગ્રાફર. મેક-અપ મેન વગેરે સાથે હોય છે અને કુદરતી સૌન્દર્યની વચ્ચે ફોટોગ્રાફર પ્રિવેડિંગનું શૂટ કરે છે. આ પ્રિવેડિંગ થકી અનેક લોકોની રોજાગરીમાં વધારો થયો છે.

શા માટે નર્મદા બની સૌથી પ્રિય જગ્યા?
કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા નર્મદા જિલ્લો પ્રિ-વેડિંગ શૂટ માટે કપલ્સની પહેલી પસંદ બન્યું છે. 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો નર્મદા કે જેને ગુજરાતનું મિનિ કાશ્મીર નામ મળ્યું છે ત્યાં અત્યંત સુંદર વ્યૂ જોવા મળે છે. અહીં જંગલોની સાથે-સાથે નદી નાળાં અને ઝરણાંઓએ નર્મદા જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય વધાર્યું છે. ત્યારે અહીં હાલ લગ્ન પહેલા પ્રિવેંડિંગ માટે અનેક જગ્યાઓ ગુજરાત ભરમાં પ્રખ્યાત થતા લોકો 

અનેક લોકોને રોજગારી મળે છે
પ્રિવેડિંગ કરવા અહીં આવી રહ્યા છે જેને કારણે મંડપવાળા ,કેટરિંગ ,ડીજે અને ફોટોગ્રાફર અને બ્યુટી પાર્લર વાળાઓની રોજગારી માં વધારો થયો છે આજે નર્મદા જિલ્લામાં તમામ પાલ્ટી પ્લોટ રિસોટો અને ટેન્ટ સીટી ઓ લગ્નમાટે બુક થઇ ગઈ છે ચાલુ વર્ષે નર્મદા જિલ્લો પ્રિવેડિંગ માટે હોટ ફેવરિટ બન્યો છે અહીં લોકો સ્પેશિયલ ફોટોગ્રાફી માટે આવે છે જેને કારણે અનેક લોકોને રોજગારી માં વધારો થયો છે. 

 

દરરોજ 4-5 કપલ પ્રિવેડિંગ શૂટ કરાવે છે...
નર્મદા જિલ્લો કુદરતી સૌંદ્રય થી ભરપૂર તો છે જ પરંતુ અહીંનાં લોકો પણ આ પ્રાકૃતિક સૌંદર્યને જાળવી રાખવા રિસોર્ટસ્ બનાવ્યા છે. આ વનવગડા રિસોર્ટનાં સંચાલકે તો 1 લાખ વૃક્ષોનું વાવેતર કરી આ કુદરતી સૌંદ્રયમાં અનેક ગણો વધારો કર્યો છે. આ વનવગડો રિસોર્ટનાં માલિકનાં જણાવ્યાં અનુસાર અહીં રોજનાં 4 થી 5 કપલ પ્રિવેડિંગ શૂટિંગ માટે આવી રહ્યા છે. અહીંના સુંદરતા અને લોકેશન જોતા બે થી ત્રણ દિવસ સુધી રોકાય છે અને પ્રિવેડિંગ કરે છે. ત્યારે આ રિસોર્ટ માં અહીંનાં જ 20 થી 25 લોકોને રોજાગરી મળી રહે છે. આજનાં નવા વધતા જતા પ્રિવેડિંગનાં ક્રેઝમાં ફોટોગ્રાફરોની રોજગારી પણ વધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Narmada pre wedding shoot નર્મદા પ્રિવેડિંગ શૂટ pre wedding shoot places in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ