ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Nadal edges Medvedev to win fourth US Open and 19th major

યુએસ ઓપન / નડાલ બન્યો US ઓપન ચેમ્પિયન, મેદવેદેવને હરાવી જીત્યું 19મું ગ્રાન્ડ સ્લેમ

Published By: Divyesh

Last Updated: 07:37 AM, 9 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલે વર્ષનું ચોથુ અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ US Openનો સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. વર્લ્ડ નંબર 2 ખેલાડી નડાલે ફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવના પડકારને ધ્વસ્ત કર્યો.

ADVERTISEMENT


નડાલે વર્લ્ડ નંબર-5 મેદવેદવેને 4 કલાક અને 49 મિનીટ સુધી ચાલેલી મેરાથોન મુકાબલામાં 7-5, 6-3, 5-7, 4-6, 6-4 થી પરાજય આપ્યો છે. પ્રથમ વખત કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચેલા 23 વર્ષના મેદવેદેવનો ખિતાબ જીતવાનું સપનું અધરુ રહી ગયું. 
 


આ સાથે 33 વર્ષના નડાલે 19મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ પોતાના નામ કરી લીધું છે. નડાલ હવે પોતાના પ્રતિસ્પર્ધી એવા 38 વર્ષના રોજર ફેડરરથી માત્ર એક મોટા ખિતાબથી પાછળ છે. ફેડરરે  અત્યાર સુધીમાં 20 ગ્રાન્ડ સિંગલ્સ સ્લેમ  ખિતાબ જીતી ટોપ પર છે.

નડાલે ચોથી વખત (2010, 2013, 2017, 2019) યૂએસ ઓપન ખિતાબ જીત્યો છે. આ અગાઉ નડાલે 2017માં અમેરિકી ઓપનમાં ફાઇનલ જીતી હતી. 

સૌથી વધારે મેન્સ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ-4 (ઓલ ટાઇમ)

  • રોજર ફેડરર (સ્વિત્ઝરલેન્ડ) 20 (ઓસ્ટ્રેલિયન -6, ફ્રેંચ-1, વિમ્બલ્ડન-8, યુએસ-5)
  • રાફેલ નડાલ (સ્પેન) 19 (ઓસ્ટ્રેલિયન-1, ફ્રેંચ-12, વિમ્બલ્ડન-2, યુએસ-4)
  • નોવાક જોકોવિચ (સર્બિયા) 16 (ઓસ્ટ્રેલિયન-7, ફ્રેંચ-1, વિમ્બલ્ડન-5, યુએસ-3)
  • પીટ સાંમ્પ્રાસ (અમેરિકા) 14 (ઓસ્ટ્રેલિયન-2, ફ્રેંચ-0, વિમ્બલ્ડન-7, યૂએસ-5) 

આમ સ્પેનના સ્ટાર ખેલાડી એવા રાફેલ નડાલે રવિવારે મોડી રાતે અંદાજે પાંચ કલાક સુધી ચાલેલા ફાઇનલ મુકાબલામાં પોતાનો ચોથો યુએસ ઓપન ખિતાબ જીત્યો છે. નડાલે 19 વર્ષના પોતાના કેરિયરમાં પાંચમી વખત યૂએસ ઓપન ફાઇનલમાં પહોંચ્યો હતો. નડાલે ફાઇનલમાં મેદવેદેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4 થી પરાજય આપ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Champion Rafel Nadal US Open ચેમ્પિયન યુએસ ઓપન રાફેલ નડાલ US Open

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ