બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tv munmun dutta remembers taarak mehta ka oolta chashmah nattu kaka aka ghanshyam nayak with heartfelt post

ટેલિવૂડ / નટુ કાકાના નિધનથી ભાવુક થઈ બબીતાજી, ઈમોશનલ પોસ્ટ શેર કરીને આપી શ્રદ્ધાંજલિ

Published By: Noor

Last Updated: 10:24 AM, 4 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'નટુ કાકા' એટલે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન થઈ ગયું. જેનાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.

  • નટુ કાકાના અવસાનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે
  • નટ્ટૂ કાકાના નિધનથી ભાવુક થઈ બબીતાજી
  • બબીતાજીએ નટુ કાકા સાથે તસવીરો શેર કરી

ઘનશ્યામ નાયકે લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુ કાકાની ભૂમિકા ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી અને હવે અભિનેતાના મૃત્યુ બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

નટુ કાકાના મૃત્યુ પછી ઘણાં ટીવી સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા દ્વારા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તમામ સ્ટાર્સે ઘનશ્યામ નાયકને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. શોમાં બબીતા​​જીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પણ નટુ કાકા સાથે તેમની ઘણી તસવીરો શેર કરી છે, તેમના માટે પોસ્ટ શેર કરી છે અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયા ભાભી એટલે કે દિશા વાકાણીએ પણ ઘનશ્યામ નાયકને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. ઘનશ્યામ નાયકનો ફોટો શેર કરતા દિશા વાકાણીએ કેપ્શનમાં લખ્યું- 'તમે હંમેશા યાદ આવશો નટુ કાકા, ઓમ શાંતિ.

હકીકતમાં, નટુ કાકા તરીકે લોકપ્રિય બનેલા ઘનશ્યામ નાયક છેલ્લાં ઘણાં દિવસોથી બીમાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ રવિવારે તેમનું નિધન થઈ ગયું. જેના કારણે તેમના કો-સ્ટાર્સ પણ શોકમાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Munmun Dutta Nattu Kaka TMKOC Tellywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ