બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / mumbai five star hotel bollywood actress drugs party raid police arrest crime

ડ્રગ્સ / ફાઈવ સ્ટાર હોટલમાં ડ્રગ્સ સાથે જન્મદિન મનાવી રહી હતી આ બોલીવુડ અભિનેત્રી, પોલીસે રંગે હાથ ઝડપી

Dharmishtha

Last Updated: 09:02 AM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની અભિનેત્રી એક હોટલમાં ડ્રગ્સ સાથે પાર્ટી કરી રહી હતી. પોલીસે તેને અને તેના મિત્રને રંગે હાથ ઝડપી પાડી હતી.

  • મુંબઈની એક હોટલમાં ડ્રગ્સ સાથે પાર્ટી કરી રહી હતી અભિનેત્રી
  • સાંતાક્રુજની ફાઈવ સ્ટાર હોટલનો મામલો
  •  3 વાગે એક ફાઈવ સ્ટાર હોટેલમાં રેડ કરવામાં આવી હતી

મુંબઈની એક હોટલમાં ડ્રગ્સ સાથે પાર્ટી કરી રહી હતી અભિનેત્રી

અભિનેત્રી નાઈરા નેહલ શાહ જ્યારે મુંબઈની એક હોટલમાં ડ્રગ્સ સાથે પાર્ટી કરી રહી હતી. ત્યારે જ પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ પાડી તેને ઝડપી લીધી હતી.

સાંતાક્રુજની ફાઈવ સ્ટાર હોટલનો મામલો

આ મામલો મુંબઈના સાંતાક્રુજ પોલીસ સ્ટેશન વિસ્તારની ફાઈવ સ્ટાર હોટલનો છે. પોલીસે રવિવાર-સોમવાર દરમિયાનની રાતે રેડ પાડીને ડ્રગ્સ સાથે જન્મદિન મનાવી રહેલી નેહલ શાહને તેના મિત્રો સાથે ઝડપી લેવામાં આવી છે. 

 

3 વાગે એક ફાઈવ સ્ટાર હોટેલમાં રેડ કરવામાં આવી હતી

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગત રાતે 3 વાગે એક ફાઈવ સ્ટાર હોટેલમાં રેડ કરવામાં આવી હતી. ત્યાં બોલીવુડના નાના રોલ કરનાર અભિનેત્રી અને તેના સાથીને ડ્રગ્સનું સેવન કરતા રંગે હાથે ઝડપી લેવાયા હતા. આ મામલામાં સાંતાક્રુજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ મામલો નોંધ્યો છે. સાંતાક્રુજ પોલીસના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ્વર ગનોરેને આ પાર્ટી અંગે બાતમી મળી હતી.

 

 નેહલ શાહ બે તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે

આ બાતમીના આધારે મુંબઈ પોલીસની ટીમે ફાઈવ સ્ટાર હોટલમાં જઈ આ બોલીવુડ એક્ટ્રેસની પાર્ટીમાં  રેડ પાડી અભિનેત્રી સહિત તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યાનુંસાર નેહલ શાહ હોટેલના એક રુમમાં ચરસ ઉપયોગમાં લઈ રહી હતી. પોલીસે નેહલની સાથે તેના મિત્ર આશિક હુસૈનને ઝડપી પાડ્યો હતો. જે ત્યાં ચરસનું સેવન કરી રહ્યા હતા. બન્નેને સોમવારે કોર્ટમાં રજૂ કર્યા અને તેમને જમાનત પર છોડી દેવાયા છે. જો કે હજું તપાસ ચાલુ છે નાઈરા નેહલ શાહ બે તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Drugs Mumbai actress અભિનેત્રી ડ્રગ્સ મુંબઈ Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ