ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મહેન્દ્ર સિંહ ધોની નામ જ કાફી છે અને હવે તેને નામે કોઈએ ચરી ખાવાનો પ્રયાસ કર્યો છે અને એક શરમજનક ઘટનાને અંજામ આપ્યો છે. જોતાં જ ખબર પડી જાય કે આ કોઈનું દુષ્સાહસ છે. હકીકતમાં તાજેતરમાં એક ઠગબાજે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પોસ્ટ કર્યો અને તેમાં લખ્યું કે હું એમએસ ધોની, રાંચીમાં ફસાયો છું અને મારુ પોકેટ પણ ઘેર ભૂલીને આવ્યો છે તેથી મને 600 રુપિયાની તાત્કાલિક મદદ કરો. આ ઠગબાજે mahi77i2 નામના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. પોતાની વાત સાચી સાબિત કરવા ઠગબાજે ચેન્નઈ સુપરકિંગ્સના સ્લોગન "Whistle Poduની સેલ્ફી પણ મોકલી.
ADVERTISEMENT
ADVERTISEMENT
— Out Of Context Cricket (@GemsOfCricket) April 25, 2024
લાખો લોકોએ જોઈ પોસ્ટ
સોશિયલ મીડિયામાં ધોનીને નામની આ નકલી પોસ્ટ વાયરલ થતાં લોકો તેને જોવા લોકો હતા અને અત્યાર સુધી 3 લાખ લોકોને જોઈ વળ્યાં હતા. જોકે વાંચતાં જ ખબર પડી જાય તેવું હતું કે આ નકલી છે અને કોઈ ઠગબાજનના ભેજાની પેદાશ છે.
ADVERTISEMENT
600 રુપિયા જેવી રકમમાં ધોની મદદ માગે?
ખરેખર શરમજનક કહેવાય કોઈ ઠગબાજે ધોનીના નામનો ખોટો ઉપયોગ કર્યો. ઠગબાજે એટલું તો જાણવું જોઈએ કે અબજોના માલિક ધોનીને 600 રુપિયાની જરુર પડી શકે છે. ધોનીને કંઈ આટલા પૈસાની જરુર ન પડે. લોકોએ ઠગબાજને સોશિયલ મીડિયામાં ધોઈ નાખ્યો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ