બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni hands over captaincy of chennai super kings ravindra jadeja ipl 2022 csk new captain

BIG BREAKING / મહેન્દ્રસિંહ ધોનીએ છોડી CSKની કેપ્ટનશિપ, રવિન્દ્ર જાડેજાને સોંપાઇ કમાન

Published By: Dhruv

Last Updated: 02:02 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે.

  • IPLમાં મોટો ફેરફાર
  • MS ધોનીએ છોડી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશિપ
  • ધોનીના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપાઇ

આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતાં. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં રિટેન કર્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. જેનાથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એ સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

જાડેજા હશે ચેન્નઈ ટીમના ત્રીજા કેપ્ટન

જાડેજા 2012થી ચેન્નઈની ટીમ સાથે છે. તેઓ CSK ટીમના ત્રીજા કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે, જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી હતી.

ચેન્નઈ અને કોલકાતા વચ્ચે ઓપનિંગ મેચ

ચેન્નઈ મેનેજમેન્ટે કેપ્ટનશિપમાં આ મોટા ફેરફારનો નિર્ણય ટુર્નામેન્ટ શરૂ થવાના બે દિવસ પહેલાં જ લીધો છે. કારણ કે 26 માર્ચથી ટુર્નામેન્ટ શરૂ થશે. આ ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. જાડેજાની કેપ્ટનશિપમાં ચેન્નઈની ટીમ આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા અને 5મું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ:

રિટેન્શન લિસ્ટ- રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), ઋતુરાજ ગાયકવાડ (8 કરોડ), મોઈન અલી (6 કરોડ).

બેટ્સમેન/વિકેટકીપર્સ- રોબિન ઉથપ્પા (2 કરોડ), અંબતિ રાયડુ (6.75 કરોડ), ડેવોન કોનવે (1 કરોડ), સુભ્રાંશુ સેનાપતિ (20 લાખ), હરિ નિશાંત (20 લાખ), એન જગદીશન (20 લાખ).

ઓલરાઉન્ડર - ડ્વેન બ્રાવો (4.40 કરોડ), શિવમ દુબે (4 કરોડ), રાજવર્ધન હેંગરગેકર (1.50 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (0.50 કરોડ), મિચેલ સેન્ટનર (1.9 કરોડ), પ્રશાંત સોલંકી (1.20 કરોડ), ક્રિસ જોર્ડન (3.600) કરોડ), ભગત વર્મા (20 લાખ).

બોલર - દીપક ચાહર (14 કરોડ), કેએમ આસિફ (20 લાખ), તુષાર દેશપાંડે (20 લાખ), મહિષ તિક્ષાના (70 લાખ), સિમરજીત સિંહ (20 લાખ), એડમ મિલને (1.90 કરોડ), મુકેશ ચૌધરી (20 લાખ).

સ્ક્વોડ સ્ટ્રેન્થ - 25 (17 ભારતીય, 8 વિદેશી)

સંકળાયેલા મુદ્દાઓ

Chennai Super Kings captaincy IPL 2022 news Mahendra Singh Dhoni Ravindra Jadeja BIG BREAKING

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ