બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાહ રહી હતી. ટીમને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ત્રણ વખતની ચેમ્પિયન ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પણ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
આઇપીએલ દ્વારા નિયત સમયની અંદર તેની 20 ઓવર પૂર્ણ નહીં કરવા બદલ ધોનીને દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલએ આ વખતે સમયની પાબંદીને લગતા નિયમો કડક બનાવ્યા છે. હવે જ્યારે આ સીઝનની પહેલી ભૂલ છે, ધોનીને ફક્ત આર્થિક દંડ ભરવો પડશે.
ADVERTISEMENT
આઈપીએલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની ટીમની મિનિમમ ઓવર રેટના દરને લઈને પહેલી ભૂલ છે, જેથી આઈપીએલના નિયમોને કારણે, ધોની પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. નવા આઇપીએલ નિયમો હેઠળ ટીમોએ આ સિઝનમાં 90 મિનિટમાં 20 ઓવર પૂર્ણ કરવાની રહેશે. એટલે કે, તેમનો ઓવર રેટ 14.1 હોવો જોઈએ. તેને પૂર્ણ ન કરવા પર દંડ લાદવાની જોગવાઈ છે.
હકીકતમાં ચેન્નઈના બોલરોએ ફક્ત 18.4 ઓવરમાં જ બોલિંગ કરી હતી કારણ કે દિલ્હી કેપિટલ્સના બોલરોએ 8 બોલ બાકી રાખીને 189 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હી માટે ઓપનર શિખર ધવન અને પૃથ્વી સાવની જોરદાર બોલિંગની મદદથી ચેન્નાઈને સરળતાથી હરાવી દીધી હતી. બંનેએ 13.3 ઓવરમાં 138 રનની ભાગીદારી નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.