બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'એકાંતનો લાભ' લઈને સાંસદે સંસદ ભવનમાં કર્યું ચોંકાવનારુ, તે પણ સાંસદોની હાજરીમાં, દુનિયા આઘાતમાં
Last Updated: 10:29 AM, 20 August 2025
દેશ-દુનિયામાં રોજ સેંકડો લોકો આપઘાત કરતાં હોય છે પરંતુ તાજેતરમાં બનેલી આપઘાતની એક ઘટનાએ લોકોને ચોંકાવી દીધાં હતા. એક સાંસદે ઘર કે બીજે ક્યાંય નહીં પરંતુ સંસદની બિલ્ડિંગ સાથે લટકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. સાંસદના આપઘાતની આ ઘટના બીજે ક્યાંક નહીં પરંતુ ફિનલેન્ડમાં બની છે. ૩૦ વર્ષીય સાંસદ એમેલી પેલ્ટોનેન ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સંસદ સભ્ય હતા અને તેઓ સોમવારે રાજધાની હેલસિંકીમાં આવેલી સંસદની બિલ્ડિંગ સાથે લટકીને આપઘાત કર્યો હતો.
ADVERTISEMENT
શું હતું આપઘાતનું કારણ
જૂનની શરૂઆતમાં પેલ્ટોનેને ફેસબુક પર શેર કર્યું હતું કે તેઓ કિડનીની બીમારીની સારવાર લઈ રહ્યા છે, જેના કારણે તેઓ વસંત સત્રના અંતિમ અઠવાડિયા દરમિયાન સંસદીય કાર્યમાંથી ગેરહાજર રહ્યા હતા અને ઉનાળા દરમિયાન તેમણે માંદગીની રજા લીધી હતી, એટલે એવો શક છે કે કિડનીની ગંભીર બીમારીને કારણે પીડિત હોવાથી તેમને જીવન ટૂંકાવ્યું હતું.
ADVERTISEMENT
સંસદમાં શોક
સાંસદના અવસાનને પગલે સંસદમાં શોક વ્યક્ત કરાયો હતો. મંગળવારે સંસદની બહાર ફિનિશ ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભરી સંસદમાં આપઘાત કરતાં કોઈએ કેમ ન જોયા?
ADVERTISEMENT
સૌથી મોટું રહસ્ય છે કે જે સમયે તેમણે આપઘાત કર્યો હતો તે સમયે સંસદ સાંસદોથી ભરેલી હતી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે તેમને આપઘાત કરતાં કોઈએ જોયા કેમ નહીં અને તેમણે કેવી રીતે એકાંતનો લાભ લઈને કેવી રીતે આપઘાત કરી લીધો અને કોઈને ખબર પણ ન પડી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.