બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / સુરતના સમાચાર / most haunted place of india gujarat dumas beach which is famous for paranormal activity

OMG / ના હોય સાચે જ આવું હશે? ભારતના મોસ્ટ હોન્ટેડ લિસ્ટમાં સામેલ છે ગુજરાતની આ જગ્યા

Published By: Premal

Last Updated: 06:24 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે ગુજરાતના એક એવા બીચ વિશે વાત કરવાની છે. જેનું નામ ભારતની મોસ્ટ હોન્ટેડ જગ્યામાં સામેલ છે. આ જગ્યાનું નામ ડુમસ બીચ છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ, આ સ્થાન પર પ્રેત આત્મા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રહસ્યમય જગ્યા ગુજરાતના સુરત શહેરના દરિયાઈ તટ પર સ્થિત છે.

  • ગુજરાતના આ બીચ પર લોકોને લાગે છે ડર
  • ડુમસ બીચ પર રાત્રિના સમયે સંભળાય છે અલગ અવાજ
  • રાત્રે કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે

સુંદર બીચની રહસ્યમય કહાની? 

ડુમસ બીચ પર અવાર-નવાર પેરાનોર્મલ ઘટનાઓ થાય છે. આ જ કારણ છે કે જેને કારણે આ ભયાવહ કહાની આખા દેશ-દુનિયામાં જાણીતી બની છે. આ ભૂતિયા જગ્યાને લઇ લોકોની વચ્ચે ઘણાં પ્રકારની માન્યતાઓ અને કહાનીઓ પ્રચલિત છે. ગુજરાતનો આ બીચ દેખાવે ખૂબ સુંદર છે. પરંતુ સુંદરતા પાછળ તેની રહસ્યમયી કહાની ઘણાં રોમાંચક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ડુમસ બીચ પર પેરાનોર્મલ ઘટનાઓના મામલા સામે આવ્યાં

ઉલ્લેખનીય છે કે, દિવસે આ બીચ પર બધુ સામાન્ય રહે છે. કેટલાંક લોકો આ જગ્યા પર આવીને તેનો આનંદ માણે છે. જ્યારે રાત્રિનો સમય થાય છે ત્યારે દરેક નજારો સ્થિર થાય છે. સુંદર દેખાતી આ જગ્યા પળભરમાં બદલાઈ જાય છે. આ દરમ્યાન અહીં કોઈ જવાની હિંમત કરતુ નથી. આ રહસ્યમયી ડુમસ બીચ પર અત્યાર સુધી ઘણી પેરાનોર્મલ ઘટનાઓના મામલા સામે આવ્યાં છે. આ દરમ્યાન બીચ પર ફરવા માટે આવેલા કેટલાંક લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેમણે આ જગ્યા પર અજીબ અવાજ સાંભળ્યો છે. તો કેટલાંક રિપોર્ટનું માનીએ તો રાત્રિના સમયે આ બીચ પર ફરવા ગયેલા પ્રવાસીઓ આજ સુધી પાછા ઘરે ગયા નથી.

અહીં પ્રેત આત્માઓ ભટકે છે: સ્થાનિકોનો દાવો

સ્થાનિકો મુજબ, અગાઉ આ જગ્યાનો ઉપયોગ એક સ્મશાન ઘાટ તરીકે કરવામાં આવતો હતો. સ્થાનિકો મુજબ, અહીં આજે પણ પ્રેત આત્માઓ ભટકે છે. જેના કારણે રેતીનો રંગ કાળો થયો છે. રાત્રિના સમયે આ જગ્યાએ કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. કૂતરાઓ અજીબ પ્રકારનો અવાજ કાઢે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dumas Beach Paranormal Activity gujarat haunted place OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ