બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Moscow to Goa flight diverted to Uzbekistan after bomb threat

BIG BREAKING / રશિયાથી ગોવા આવતી ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ, ઉઝબેકિસ્તાનમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Published By: Dhruv

Last Updated: 11:40 AM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી જતા ફ્લાઇટનું ઉઝબેકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

  • રશિયાથી ગોવા આવી રહેલા પ્લેનને લઇને સુરક્ષા એલર્ટ જાહેર
  • બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફ્લાઈટ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ
  • ફ્લાઇટમાં હતા 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર

રશિયાના મોસ્કોથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સી એલર્ટ થઇ ગઇ છે. તાત્કાલિક ધોરણે આ ફ્લાઇટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે. વિમાને રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવા આવવા માટે ઉડાન ભરી હતી. પરંતુ વચ્ચે સુરક્ષા સંબંધિત એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જ્યાર બાદ તાત્કાલિક ધોરણે આ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવી. હાલમાં ફ્લાઈટે ઉઝબેકિસ્તાનમાં લેન્ડિંગ કર્યા બાદ તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

માત્ર 11 દિવસમાં આ રશિયન એરલાઇન્સ સાથેની બીજી ઘટના
તમને જણાવી દઈએ કે, 11 દિવસમાં રશિયન એરલાઈન્સ એઝુરની ફ્લાઈટ સાથે આ પ્રકારની બીજી ઘટના છે. અગાઉ 9 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી એઝુર એરલાઈન્સની ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈ-મેલ દ્વારા મળ્યા હતા. આથી, ઈ-મેલને ગંભીરતાથી લેતા ગોવા એર ટ્રાફિક કંટ્રોલે તરત જ વિમાનના પાઈલટનો સંપર્ક કર્યો અને તેને નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા કહ્યું.

જ્યાર બાદ એટીસીએ વિમાનના પાયલટને જામનગરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની સૂચના આપી હતી. આ એરપોર્ટ પરથી માત્ર એક જ પેસેન્જર ફ્લાઈટ ચાલે છે અને તે પણ સવારમાં. મળતી માહિતી મુજબ, આ વિમાને 9 જાન્યુઆરીના રોજ બપોરના 12 વાગ્યે મોસ્કોથી ગોવા માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં 236 મુસાફરો સહિત કુલ 244 લોકો સવાર હતા. જેમાં 8 ક્રૂ મેમ્બર્સ પણ સામેલ હતા. જો કે તપાસમાં ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન હતી મળી.

સંકળાયેલા મુદ્દાઓ

Moscow to Goa flight Emergency landing Moscow-Goa Azur Air flight Uzbekistan Airport ઉઝબેકિસ્તાન ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ Moscow to Goa flight

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ