ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / monkeypox 14th case seen in delhi total 9 in state after nigerian got positive

સાવધાન! / દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાતા હડકંપ, દેશમાં કુલ કેસનો આંકડો 14 એ પહોંચ્યો

Published By: Mayur

Last Updated: 11:18 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં મંકીપોક્સ વાયરસનો વધુ એક કેસ જોવા મળતા હવે કુલ આંકડો 14 એ પહોંચી ગયો છે. જેના કારણે દેશવાસીઓમાં ચિંતાનું નવું કારણ વધ્યું છે.

ADVERTISEMENT

  • દિલ્હીમાં વધુ એક મંકીપોક્સનો કેસ નોંધાયો 
  • દર્દી નાઈજિરિયન નાગરિક
  • દેશમાં હવે 14 દર્દીઓ 

 રાજધાની દિલ્હીમાં સોમવારે મંકીપોક્સનો નવો કેસ મળી આવ્યો હતો. મંકીપોક્સ વાયરસથી સંક્રમિત આ દર્દી નાઈજિરિયન નાગરિક છે, જે હાલમાં દિલ્હીમાં રહે છે.

દેશમાં દર્દીઓનો આંકડો 14 એ પહોંચ્યો 

દિલ્હીમાં મંકીપોક્સ વાયરસથી સંક્રમિત નવા દર્દીના આગમન સાથે, દેશમાં મંકીપોક્સથી સંક્રમિત લોકોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. આમાંના મોટાભાગના દર્દીઓ એવા લોકો છે જેમની પાસે એવા દેશોની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યાં વાયરસ ઝડપથી ફેલાયો છે.

શુક્રવારે દિલ્હીમાં નાઈજીરિયાની 30 વર્ષની એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું કે મહિલાને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે અન્ય એક મહિલાને મંકીપોક્સથી સંક્રમિત થવાની આશંકા છે અને તેને પણ દિલ્હીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

30 વર્ષની મહિલા સંક્રમિત, વધુ એક શંકાસ્પદ 

સૂત્રોએ જણાવ્યા અનુસાર “દિલ્હીમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના આઠ કેસ નોંધાયા છે. તાજેતરમાં એક 30 વર્ષની મહિલા સંક્રમિત છે અને તેને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.” અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે અન્ય મહિલા કે જે સંક્રમિત હોવાની શંકા છે, તે પણ નાઇજિરિયન છે અને તેને 14 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Nigerian woman delhi monkeypox monkeypox મંકીપોક્સ monkeypox

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ