બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / mohammad rizwan namaz waqar younis statement hindu debate india vs pakistan t20 world cup match
ADVERTISEMENT
વકાર યુનુસનું મોટું નિવેદન
ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાને પહેલા જ મુકાબલામાં ભારતને હરાવ્યું હતું. આવું પહેલી વાર બન્યું હતું કે વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનથી હાર્યું હોય. પરંતુ મેચ બાદ એવું થયું હતું કે જેના પર બબાલ થઈ હતી.
ADVERTISEMENT
પાકિસ્તાની બેટર મોહમ્મદ રિઝવાને મેચ દરમિયાન મેદાન પર જ પ્રાથના કરી હતી. જેને લઈને હવે વિવાદ સર્જાઇ રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ખિલાડી વકાર યુનુસે આને સ્પેશિયલ મુમેન્ટ બતાવી.
Mohammad Rizwan during the water break in Indian innings #PakvInd pic.twitter.com/RHbGGztuH7
— Mansoor Ali Khan (@_Mansoor_Ali) October 24, 2021
ADVERTISEMENT
પાકિસ્તાનની એક ચેનલમાં ચર્ચા દરમિયાન વકાર યુનુસે કહ્યું, 'મોહમ્મદ રિઝવાને જે મેદાન પર ઊભા રહીને નમાજ પઢી, હિન્દુઓના વચ્ચે ઊભા રહીને. એ મારા માટે વધારે સ્પેશ્યલ મુમેન્ટ હતી. વકાર યુનુસનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વાસ્તવમાં, 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ડ્રિંક્સ બ્રેકમાં મોહમ્મદ રિઝવાને નમાજ પઢી હતી, અને ત્યાર બાદ મેચ જીત્યા પછી પણ પ્રાથના કરી હતી. આને લઈને સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીએક્શન આવી રહ્યા છે અને હવે વકાર યુનુસે પણ મોટું નિવેદન આપ્યું છે.
"Rizwan offered Namaz during #INDvPAK match in middle of Hindus was most satisfying thing Mashallah, even more than his batting"
— Pakistan Untold (@pakistan_untold) October 26, 2021
- Waqar Younis & Shoaib Akhtar discusspic.twitter.com/ELTVJSTqh4
ADVERTISEMENT
વકાર યુનુસની સાથે આ ડિબેટમાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પણ હતા. આ બંને ખિલાડીઓએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમ, વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાનના વખાણ કર્યા અને ભારતની સામે જે રણનીતિથી મેચ ખતમ કરી તેના વખાણ કર્યા હતા.
ADVERTISEMENT
શોએબ અખ્તરે ટ્વિટર પર કર્યા વખાણ
શોએબ અખ્તરે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોહમ્મદ રિઝવાનનો નમાજ પઢતો વિડીયો પોસ્ટ કર્યો હતો. શોએબે ટ્વિટર પર લખ્યું હતું કે અલ્લાહ ઉસ હર સીર કો કિસીકે આગે ઝુકને નહીં દેતા, જો ઉસકે સામને ઝૂકતા હૈ.
Allah us sar ko kisi aur k aagay jhuknay nahi deta jo us k saamnay jhukta hai.
— Shoaib Akhtar (@shoaib100mph) October 24, 2021
Subhan Allah. pic.twitter.com/pmeE9FwYQG
વિરાટ કોહલીનો ગળે લાગતો ફોટો વાયરલ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને સુપર-12 ના આ મુકાબલામાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતે પહેલી બેટિંગ કરીને માત્ર 151 રન બનાવ્યા હતા. જે પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કર્યા હતા. મોહમ્મદ રિઝવાને ભારતની સામે 55 બોલમાં 79 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેને 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મેચ બાદ વિરાટ કોહલીનો મોહમ્મદ રિઝવાન સાથે ગળે લગાવતો ફોટો પણ વાયરલ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.