બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Modi government will give big good news to government workers! Salary will increase again from July
ADVERTISEMENT
ફરી એક વાર સારા સમાચારની શક્યતાઓ
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે. માર્ચ 2022 માં મોંઘવારી ભથ્થા (DA) માં વધારો થયા પછી, હવે જુલાઈ 2022 માં પણ વધવાની શક્યતાઓ. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના AICP Index માં ઘટાડા બાદ હવે માર્ચમાં તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડો જાહેર થયા બાદ મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતાઓ વધી ગઈ છે.
માર્ચમાં AICP INDEX વધીને 126 થયો
જાન્યુઆરી 2022 માં, AICP Index 125.1 પર હતો. ફેબ્રુઆરીમાં તે ઘટીને 125 પર આવી ગયો હતો . તેના આધારે માર્ચમાં પણ તેમાં ઘટાડો થવાની ધારણા હતી, પરંતુ તે એક પોઇન્ટ ઉછળીને 126 થઇ ગયો .
ADVERTISEMENT
.jpg)
4 ટકા સુધી વધી શકે ડીએ
હવે માર્ચના આંકડા આવ્યા બાદ જુલાઈ 2022માં ત્રણ ટકા ડીએમાં વધારો થવાની શક્યતા જણાઈ રહી છે. પરંતુ છેલ્લો નિર્ણય તો એપ્રિલ, મે અને જૂનના આંકડા આવ્યા પછી જ થશે. જો આગામી મહિનાઓમાં પણ આ જ રીતે તેમાં ઉછાળો જોવા મળશે તો ડીએમાં 4 ટકા સુધીનો વધારો થઇ શકે છે.
ADVERTISEMENT
માર્ચમાં AICP ના અંકોમાં વધારો
કેન્દ્રીય કર્મચારીઓના 7માં પગાર પંચ હેઠળ વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં વધે છે. જાન્યુઆરી 2022 માટે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે તેને ત્રણ મહિનાના એરિયર્સની સાથે આપવાનો નિર્ણય પણ કરી દીધો છે.
હવે પછીનો સુધારો જુલાઈમાં
આગામી ડીએમાં બદલાવ જુલાઈમાં કરવામાં આવશે. જે જાન્યુઆરી થી જૂન સુધીના All India Consumer Price Indexના આંકડાઓ ઉપર નિર્ભર રહેશે . જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થયો હતો, પરંતુ માર્ચમાં તેમાં વધારો થયો. જાન્યુઆરીમાં AICPI 125.1 પોઇન્ટ, ફેબ્રુઆરીમાં 125 પોઇન્ટ હતો. હવે માર્ચમાં તે 126 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. જે કારણે જુલાઈમાં ડીએ વધવાની સંભાવના વધી ગઈ છે.
ADVERTISEMENT
તમને જણાવીએ કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના 88 ઔદ્યોગિક રીતે મહત્વપૂર્ણ કેન્દ્રોમાં સ્થિત 317 બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલા રિટેલ ભાવોના આધારે All India Consumer Price Index ના આંકડા લેવામાં આવ્યા છે. આ ઇન્ડેક્સ 88 કેન્દ્રો અને સમગ્ર દેશ માટે બનાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.