ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Modi government is giving chance to earn Rs 15 lakh, sitting at home

ખાસ વાંચો / મોદી સરકાર ઘરે બેઠા 15 લાખ કમાવવાનો આપી રહી છે મોકો, 15 ઓગસ્ટ પહેલા ફટાફટ કરી લો આ કામ

Published By: Kiran

Last Updated: 05:47 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર હવે 15 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે. ઘરે બેઠા તમે પણ જીતી શકો છો 15 લાખ રૂપિયા

ADVERTISEMENT

  • તમે પણ જીતી શકો છો 15 લાખ રૂપિયા 
  • પ્રથમ વિજેતાને મળી શકે છે આટલા રૂપિયા 
  • નામ, લોગો અને ટેગલાઈન આપવાના રહેશે

જો તેમ ઘરે બેઠા બેઠા પૈસા કમાવવા માંગતા હોવ તો તમામરી પાસે એક શાનદાર મોકો છે. કેમ કે મોદી સરકાર હવે 15 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે. કેન્દ્રિય નાણામંત્રાલ દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સર્જનાત્મક લોકો સરકારને સંસ્થાનું નામ, લોગો અને ડિઝાઈન અને ટેગલાઈનનું સુચન આપી શકે છે. જો આપવામાં આવેલા નામ,ટેગ અને લોગો પંસદ આવે તો તેમ પણ આ ઈનામ જીતી શકો છો.



 

તમે પણ જીતી શકો છો 15 લાખ રૂપિયા 

આપને જણાવી દઈએ કે આ પહેલા MyGovIndia એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને 15 ઓગસ્ટ સુધી આવેદન કરવાનું કહેવામાં આવ્યું હતું. MyGovIndia એ તેના ટ્વીટમાં લખ્યું છે કે તમારે ક્રિએટિવ નામ, ટેગલાઇન અને લોગો બનાવી તમે પણ ઈનામ જીતી શકો છો. 



 

પ્રથમ વિજેતાને મળી શકે છે આટલા રૂપિયા 

મહત્વનું છે કે આ સ્પર્ધા ડેવલપમેન્ટ ફાઈનાન્સિયલ ઈન્ટિન્યૂટ (DFI) માટે છે. જેમાં પ્રથમ સ્થાન મેળવનાર વિજેતાને 5 લાખનું રોકડ પુરસ્કાર મળી શકે છે જ્યારે દ્રિતીય અને ત્રીજું ઈનામ મેળવનારને પણ સારી એવી રકમ મળી શકે છે. આ ઈનામ નામ, લોગો અને ટેગલાઈન માટે આપવામાં આવશે. 

નામ, લોગો અને ટેગલાઈન આપવાના રહેશે

મહત્વનું છે કે નાણાં મંત્રાલયના નાણાકીય વિભાગે લોકોને (DFI) સંસ્થાનું નામ, ટેગલાઇન અને તેના લોગોની ડિઝાઇન આપવા માટે આમંત્રિત કર્યા છે. જેમાં સંસ્થાનું નામ, લોગો અને ટેગલાઇન તેના કામને અનુરૂપ અને સુસંગત હોવા જોઈએ. જો વિભાગને યોગ્ય લાગે તો તેમ સ્પર્ધામાં વિજેતા બની શકો છો અને તેમે પણ 15 લાખ રૂપિયાની રકમ જીતી શકો છો.  



 

15 ઓગસ્ટ સુધી ભાગ લઇ શકશે

જો તમે DFI નું નામ, લોગો અને ટેગલાઇન સૂચવવા માંગતા હો, તો તમારે સરકારના MyGov.in પોર્ટલ પર જવું પડશે અને આ સ્પર્ધા માટે તમારી એન્ટ્રીઓ ત્યાં મોકલવી પડશે. જો કે, હવે વધારે સમય નથી. DFI નું નામ, લોગો અને ટેગલાઇન સૂચવવા માટે તમારી એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2021 છે. તે પછી સરકાર તેના વિજેતાઓની જાહેરાત કરશે.

આવી રીતે કરી શકતો રજીસ્ટ્રેશન ?

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે, તમારે પહેલા mygov.in પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે log in ટુ પાર્ટિસિપેટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે નોંધણીની વિગતો ભર્યા બાદ તમારે તમારી એન્ટ્રી કરવી પડશે. ઉલ્લેખનિય છે કે આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જો ઈનામની વાત કરવામાં આવે તો  

પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને ઈનામની રકમમાં નામ, ટેગલાઈન અને લોગોના આધારે આપવામાં આવશે.

નામ- 5,00,000 લાખ -, રૂ. 3,00,000/- રૂ. 2,00,000/-
ટેગલાઇન - રૂ. 5,00,000/-, રૂ. 3,00,000/- રૂ. 2,00,000/-
લોગો- 5,00,000/-, રૂ. 3,00,000/- રૂ. 2,00,000/-

સંકળાયેલા મુદ્દાઓ

15 ઓગસ્ટ at home earn money modi government ways to earn નાણાકીય સંસ્થા મોદી સરકાર લોગો સ્પર્ધા Modi government

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ