બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Mobile World Congress 2020 cancelled by GSMA over Coronavirus fears

Coronavirus / કોરોના વાયરસના ડરથી દુનિયાની સૌથી મોટી આ ઈવેન્ટ થઈ રદ્દ

Published By: Noor

Last Updated: 12:34 PM, 13 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે આ વાયરસની અસર ટેક ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. આ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને GSMAએ વિશ્વની સૌથી મોટી ટેક ઇવેન્ટ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2020 રદ્દ કરી દીધી છે.

  • કોરોના વાયરસનો કહેર હવે ટેક ઈન્ડસ્ટ્રીમાં જોવા મળ્યો 
  • GSMAએ કોરોના વાયરસને કારણે કેન્સલ કરી  MWC 2020 ઈવેન્ટ
  • MWC 2020 દુનિયાની સૌથી મોટી ટેક ઈવેન્ટમાંથી એક છે

તમને જણાવી દઈએ કે, GSMA કંપની ઘણાં સમયથી આ ઇવેન્ટનું આયોજન કરી રહી છે. અગાઉ, નોકિયા, ફેસબુક, વિવો, સોની અને એમેઝોન જેવી કંપનીઓએ આ ઇવેન્ટમાંથી બેકઆઉટ કર્યું હતું અને કંપનીઓએ કહ્યું હતું કે, અમે આ ઇવેન્ટમાં ભાગ નહીં લઈએ, કારણ કે અમે અમારા કર્મચારીઓ અને પાર્ટનર્સને આ વાયરસથી બચાવવા માંગીએ છીએ.

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2020 થયું રદ્દ

જીએસએમએ કહે છે કે, અમે આ વાયરસને બાર્સિલોનામાં ફેલાવા દેવા માંગતો નથી. આ જ કારણથી અમે આ ઇવેન્ટને રદ્દ કરી છે. કંપનીએ વધુમાં કહ્યું કે, અમે ચીન અને આ વાયરસ સામે ઝઝૂમી રહેલાં લોકોની સાથે છીએ. હવે એવી અપેક્ષા છે કે, આ ઇવેન્ટ આવતા વર્ષે એટલે કે 2021માં યોજાશે.

આ કંપનીઓએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ભાગ લીધો નહોતો

નોકિયા, એમેઝોન, સોની, વિવો, એલજી અને Nvidiaએ થોડાં દિવસો પહેલાં જ ઇવેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. આ કંપનીઓએ કહ્યું હતું કે અમે આ વાયરસને ફેલાવા નહીં દઈએ અને અમે એ બધાં લોકો સાથે છીએ જેઓ આ ખતરનાક વાયરસ સામે લડી રહ્યા છે.

કોરોના વાયરસ બહુ જ ખતરનાક છે

કોરોના વાયરસ ખૂબ જ જોખમી છે. મોટાભાગના દેશો આ વાયરસ સામે ઝઝૂમી રહ્યાં છે અને હજી સુધી કોઈને પણ તેનો ઈલાજ મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ચીનમાં 40,000થી વધુ લોકો આ વાયરસથી પ્રભાવિત છે અને 200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus GSMA MWC 2020 cancel કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ