બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Mobile retailers have taken a stand against multinational mobile companies

રિટેલર્સ રોષે / .નહીં તો ઓનલાઇન ભાવે જ ફોન વેચીશું, જાણો કેમ રિટેઇલર્સે મલ્ટી નેશનલ કંપનીઓ સામે બાંયો ચઢાવી

Khyati

Last Updated: 06:06 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેઇલર્સ એસોસિએશને મોબાઇલ કંપનીઓ સામે ઠાલવ્યો રોષ, ઇ કોમર્સ કંપનીઓના ભાવમાં જ રિટેલર્સને ફોન આપવા માગ

  • મોબાઈલ રિટેઇલર્સે ઉગ્રતા દાખવી
  • ઇ-કોમર્સ પ્લેટફોર્મના ભાવે જ મોબાઈલ વેચવાની માંગ
  • રિટેઇલર્સને મોટી નુકસાની ભોગવી પડે છે

આજના યુગમાં લોકો ઓનલાઇન શોપિંગ વધારે કરી રહ્યા છે. દુકાનમાં જવાનુ અને પૈસા વધારે આપવાના આવુ વિચારીને લોકો ઓછા ભાવે ઓનલાઇન મળતી વસ્તુઓ પહેલા ખરીદવાનો આગ્રહ રાખે છે પરિણામે મોબાઇલ માર્કેટ પર આની ગંભીર અસરો જોવા મળી છે. મોબાઇલ રિટેલર્સનું કહેવુ છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર જે ભાવે મોબાઇલ આપવામાં આવે છે તે ભાવે જ રિટેલર્સને પણ આપવામાં આવે.  જેથી ગ્રાહકો રિટેલર્સ પાસેથી મોબાઇલ ખરીદે. ઓનલાઇન ઓછો ભાવ હોવાથી ગ્રાહકો મોબાઇલ રિટેલર્સ પાસેથી ખરીદતા નથી.

રિટેલર્સે શું ઉચ્ચારી ચીમકી

મોબાઇલની મલ્ટી નેશનલ કંપનીઓ સામે મોબાઈલ રિટેઇલર્સે બાંયો ચઢાવી છે. ઇ-કોમર્સ કંપનીઓના પ્રમાણમાં રિટેઇલર્સને ફોન મોંઘા આપવામાં આવી રહ્યા છે. આથી ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેઇલર્સ એસોસિએશને અલગ અલગ મોબાઈલ કંપનીઓને પત્ર લખી ઇ-કોમર્સ પ્લેટફોર્મના ભાવે જ રિટેઇલર્સને પણ સેલફોન આપવા માંગ કરી છે. આ સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો ઇ-કોમર્સના ભાવે જ સેલફોન નહીં આપે તો ઓનલાઈન ભાવે જ ફોન વેચશે. અને ભાવફેરની ડેબિટ નોટ જે-તે કંપનીએ ભોગવવાની રહેશે.

રિટેલર્સને શું છે સમસ્યા

ઇ-કોમર્સ કંપનીઓના પ્રમાણમાં રિટેઇલર્સને ફોન મોંઘા આપવામાં આવી રહ્યા છે પરિણામે સ્ટોરમાં અને ઓનલાઇન શોપિંગમાં ભાવમાં વધારે ફરક જોવા મળે છે. આ કારણોસર ગ્રાહક ઓછા ભાવે ઓનલાઇન મોબાઇલની ખરીદી કરે છે જેથી રિટેલર્સને નુકસાન વેઠવાનો વારો આવે છે.

શું કહે છે નિષ્ણાંતો

નિષ્ણાતો જણાવે છે કે ઓનલાઈન-ઓફલાઇન ભાવમાં એક હજાર થી 15 હજાર સુધી ભાવ ફેર હોય છે.. જેના કારણે ગ્રાહકો ઓનલાઈન મોબાઈલ ની ખરીદી કરવામાં માનતા હોવાથી રિટેઇલર્સને નુકસાની ભોગવવાનો વારો આવે છે.. આગામી સમયે આવનાર સેલ ને લઈ રિટેઇલર્સે કંપનીઓને ચેતવણી સમાન પત્ર લખ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ