બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 AM, 23 November 2023
ADVERTISEMENT
ડિજિટલ ના યુગમાં google pay અને paytm ની લોકશાહના સૌથી વધુ છે. આજે મોટાભાગના યુવાધન google પે અને પેટીએમ થકી નાણાકીય વ્યવહારો કરી રહ્યા છે. પછી તે બિલની ચુકવણી હોય કે વીજળી, મોબાઈલ, ડીટીએચ, પાણી, ગેસ સિલિન્ડર વગેરેના રિચાર્જ હોય તમામ જગ્યાએ આ એપ્સનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે Google Pay અને Paytm એ મોબાઈલ રિચાર્જ પર યુઝર્સ પાસેથી નાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દેતા હવે Google Pay અને Paytm વાપરવું મોંઘું થઈ શકે છે.

મહત્વનું છે કે પહેલા આ સેવા કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણપણે મફત હતી. એવું લાગે છે કે Google અને Paytm હવે ભારતના અબજ-ડોલરના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાંથી આવક પેદા કરવાના માર્ગો શોધી રહ્યા છે. એટલું જ નહીં Google Pay અને Paytmમા કરવામાં આવતા મોબાઈલ રિચાર્જ પર વધારાની સુવિધા પર પણ રૂપિયા વધારાના વસૂલવામાં આવશે. જો તમે Google Pay અથવા Paytm એપ દ્વારા 749 રૂપિયાનું રિચાર્જ કરશો તો Google Pay સુવિધા ફી તરીકે 3 રૂપિયા વધારાનું વસૂલ કરી રહ્યું છે, તો Paytm 1190 રૂપિયા વસૂલશે.
ADVERTISEMENT
વધારાની રકમ હાલ માત્ર મોબાઇલ રિચાર્જ પર જ
આ ચાર્જ UPI દ્વારા પેમેન્ટ કરવાના બદલે લેવામાં આવી રહ્યો છે. એટલે કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી પર આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. જ્યાં એપ્લિકેશન્સમાં કેટલીકવાર પેમેન્ટ ગેટવે ફીના રૂપમાં નાનો સરચાર્જ શામેલ હોય છે. અત્યારે, Google Pay અને Paytm આ વધારાની રકમ હાલ માત્ર મોબાઇલ રિચાર્જ પર જ વસૂલવામાં આવે છે. વીજળી બિલની ચુકવણી સહિતના અન્ય વ્યવહારો મફત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.