ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Minister of State for Home Harsh Sanghvi's report has come positive
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશ અને વિદેશમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે જેમાં કોઈ પણ બાકાત રહી શક્યું નથી ત્યારે ભારતમાં પણ કોરોનો કહેર જોવા મળી રહ્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત બન્યા છે ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વું છે કે બુધવારે હર્ષ સંઘવીએ RT-PCRનો રિપોર્ટ કરાવ્યો હતો જો કે ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવલા તમામ લોકોને RT-PCRનો રિપોર્ટ કરવાની અપીલ કરી છે. અને સૌ કોઈને સાવચેત અને સલામત રહેવાનું જણાવ્યું છે.
પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો આવતા હોમ આઇસોલેટ થયા છે.તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.જ્યારે તેમના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આ અગાઉ રાજ્યમાં પાંચ આઇએસએસ અધિકારી કોરોનાના સંક્રમિત થયા હતા, જેના પગલે 11 થી 13 જાન્યુઆરી સુધી યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ પણ મોકૂફ રાખવામાં આવી છે. તેમજ રાજ્યના કોરોના ગાઈડલાઇનના ફેરફાર કરવામાં આવ્યા હતા.
આટલા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે
ADVERTISEMENT
ધારાસભ્યોને કોરોના
અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ
ADVERTISEMENT
અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા
કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ
ADVERTISEMENT
પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા
યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર
ADVERTISEMENT
પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ
પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી
ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી
જીતુ ચૌધરી, મંત્રી
સંકળાયેલા મુદ્દાઓ