બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / MI team became champions of T20 league in America, Nicholas Poore hit 137 runs in 55 balls in the final

ક્રિકેટ / અમેરિકામાં છવાઈ મુંબઈ ઇન્ડિયન્સ, T20 લીગની ચેમ્પિયન બની MI ટીમ, ફાઇનલમાં નિકોલસ પૂરને 55 બોલમાં ફટકાર્યા 137 રન

Megha

Last Updated: 10:59 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MIની ટીમ અમેરિકામાં T20 લીગની ચેમ્પિયન બની, ટાઈટલ મેચમાં MI ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. નિકોલસ પૂરને 55 બોલમાં 137 રનની અણનમ ઇનિંગ રમી હતી.

  • MI ન્યૂયોર્કે  USમાં રમાયેલ મેજર લીગ ક્રિકેટમાં જીત મેળવી 
  • મેચનો હીરો નિકોલસ પુરન સિંહ રહ્યો
  • નિકોલસ પૂરને 55 બોલમાં 137 રનની અણનમ ઇનિંગ રમી 

અમેરિકામાં હાલ મેજર લીગ ક્રિકેટ (MLC) 2023 છવાયેલ છે. જણાવી દઈએ કે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ સોમવારે (31 જુલાઈ) ના રોજ યોજાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી MI ન્યૂયોર્કે શાનદાર રીતે જીત મેળવી હતી. મેચનો હીરો વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પુરન સિંહ રહ્યો, જેણે 40 બોલમાં સદી ફટકારી હતી.

અમેરિકામાં T20 લીગની ચેમ્પિયન બની MIની ટીમ
MIની ટીમ અમેરિકામાં T20 લીગની ચેમ્પિયન બની હતી. MI ન્યૂયોર્કે કેપ્ટન નિકોલસ પૂરનની તોફાની સદીની પાછળ મેજર લીગ ક્રિકેટ 2023 કબજે કર્યું. મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનની ફાઇનલમાં MI ન્યૂયોર્કનો સામનો સિટલ ઓર્કાસ સાથે થશે. ટાઈટલ મેચમાં MI ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. નિકોલસ પૂરને 137 રનની તોફાની ઇનિંગ રમી હતી. 

નિકોલસ પૂરને 55 બોલમાં 137 રનની અણનમ ઇનિંગ રમી 
આ મેચની વાત કરીએ તો સિટલ ઓર્કાસે MI ન્યૂયોર્ક સામે જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. MI ટીમે માત્ર 16 ઓવરમાં જ આ મોટો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન નિકોલસ પૂરનનું એવું તોફાન આવ્યું કે સામેની ટીમ પરેશાન થઈ ગઈ.નિકોલસ પૂરને માત્ર 55 બોલમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 137 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ટૂર્નામેન્ટની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ટાઈટલ મેચમાં નિકોલસ પૂરનનો સ્ટ્રાઈક રેટ 249.09 હતો. આ મેચમાં MI માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ડેવાલ્ડ બ્રુઈસ હતો, જેણે 20 રન બનાવ્યા હતા.નિકોલસ પૂરન આ ટૂર્નામેન્ટની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સિટલ ઓર્કાસ માટે ઇમાદ વસીમ અને વેન પાર્નેલને એક-એક વિકેટ મળી હતી. એક બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ ટાઈટલ મેચમાં MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આવી સ્થિતિમાં સિટલ ઓર્કાસે ક્વિન્ટન ડિકોકના 52 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી  87 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. 

મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી લીગ ક્રિકેટમાં ઘણો ધમાલ મચાવી રહી છે. પાંચ વખતની આઈપીએલ વિજેતા ટીમ બે વખત ચેમ્પિયન્સ લીગ જીતી ચુકી છે, જ્યારે મહિલા પ્રીમિયર લીગનું ટાઈટલ પણ આ વર્ષે ટીમે જીત્યું હતું અને હવે MI ન્યૂયોર્ક મેજર લીગ ક્રિકેટ જીત્યું છે. આ રીતે MIએ અત્યાર સુધી લીગ ક્રિકેટમાં 9 ટાઇટલ જીત્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ