ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological Department about cold in february last week
ADVERTISEMENT
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆતમાં ઠંડીએ જોર પકડ્યું હતું અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો પારો ગગડ્યો હતો. જોકે બાદમાં ફેબ્રુઆરી માસમાં પણ ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું. પરંતુ છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે. સાથેજ એકાએક ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
ફેબ્રુઆરીના અંતમાં બેવડી ઋતુ
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા હવે આગાહી કરી દેવામાં આવી છે કે રાજ્યમાં શિયાળાની ઋતુ હવને અંતિમ તબક્કા છે. હાલ ગરમીનો અનુભવ તો થઈજ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં હવે બેવડી ઋતુ જોવા મળશે.
તાપમાનનો પારો 30 ડિગ્રી ઉપર જશે
ADVERTISEMENT
થોડાક દિવસોથી જે ગરમી વધી રહી છે. તેના કારણો મોટા ભાગના લોકો હેરાન છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બેવડી ઋતુ શરૂ થશે જેમા સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. સાથેજ ઘણા બધા શહેરોમાં તાપમાન 30 ડિગ્રી ઉપર જશે જેથી ઉનાળઓ આવી ગયો હોય તેવોજ અનુભવ થશે.
પવનોની દિશા પણ બદલાશે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એકંદરે ગરમીનું પ્રમાણ વધેલું જોવા મળ્યું છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રંમાણે હવે પવનોની દિશા બદલાશે જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે. મહત્વનું છે કે આ વખથે શિયાળામાં સૌથી વધું ઠંડીનો અનુભવ જાન્યુઆરી મહિનામાં થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ