બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / mera naam joker raj kapoor movie dwarf bollywood actor nathu dada passes away

નિધન / 'મેરા નામ જોકર'ના આર્ટિસ્ટ નથ્થુ દાદાનું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કર્યું કામ

Published By: Ravi

Last Updated: 05:01 PM, 30 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ ૧૯૭૦માં બોલીવુડના શોમેન રાજ કપૂરે મેરા નામ જોકર મુવી બનાવી હતી. તેમણે આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું ને તેઓ ફિલ્મમાં લીડીંગ એક્ટર પણ હતા. આ ફિલ્મ રાજ કપૂરના કરિયરની મહત્વપૂર્ણ ફિલ્મોમાં ગણવામાં આવે છે. ફિલ્મમાં રાજકપૂરે એક જોકરનું કિરદાર નિભાવ્યું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મમાં બૌને આર્ટીસ્ટનો કિરદાર ભજવનાર એક્ટર નથ્થુ દાદાનું નિધન થયું છે.

 નથ્થુ દાદાએ શનિવારે છતીસગઢના રામપુર ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૭૦ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેઓ મુફલિસીનું જીવન જીવી રહ્યા હતા. જણાવી દઈએ કે  નથ્થુ દાદાએ ૧૦૦થી પણ વધારે ફિલ્મોમાં કિરદાર નિભાવ્યો છે અને તેઓ લગભગ ૨ દાયકાથી સિનેમા સાથે જોડાયેલા રહ્યા. તેમણે રાજ કપૂર સિવાય અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાજકુમાર, પ્રેમનાથ, દારા સિંહ, અમજદ ખાન સહિત ઘણા કલાકરો સાથે કામ કર્યું હતું.

મેરા નામ જોકરની વાત કરીએ તો આ ફિલ્મ ૧૮ ડીસેમ્બર, ૧૯૭૦ એ રિલીજ થઇ હતી. આ એક મલ્ટીસ્ટાર ફિલ્મ હતી જેમાં રાજ કપૂર સિવાય ઋષિ કપૂર, ધર્મેન્દ્ર, મનોજ કુમાર, રાજેન્દ્ર કુમાર, સિમી ગ્રેવાલ, દારા સિંહ, ઓમ પ્રકાશ અને રાજેન્દ્ર નાથ જેવા કલાકારો સામેલ હતા. ઋષિ કપૂરે તો આ જ ફિલ્મથી તેમના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોલીવુડની એ ફિલ્મોમાંની એક છે જેનાં બે ઈન્ટર્વલ્સ પડ્યાં હતાં.

બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી મેરા નામ જોકર 

ફિલ્મના પ્રોડક્શનમાં વધારે પૈસા ખર્ચ થયા હતા અને વધારે સમય પણ લાગ્યો હતો. પરંતુ મેરા નામ જોકર દર્શકો દ્વારા નકારવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ વધારે કમાણી કરી શકી નહિ. એવું કહેવામાં આવ્યું છે કે આની અસર રાજ કપૂરના કરિયર પર પણ પડી હતી. ભલે  નથ્થુ દાદા જેવા કલાકાર  ઇન્ડસ્ટ્રીમાં આટલા સમય સુધી કામ કર્યા બાદ પણ ગુમનામીમાં રહ્યા હોય પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યો ક્યારેય ભૂલી શકતા નથી.


 

 

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Mera Naam Joker Raj kapoor movie nathu dada passes away passes away

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ