બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં સોનાની વીંટી અને ચેઈન લૂંટી ઠગો ફરાર , પોલીસે તપાસ શરૂ કરી
Last Updated: 02:40 PM, 13 November 2025
વડોદરા શહેરમાં ઠગાઈની એક અનોખી ઘટના સામે આવી છે. સાધુના વેશમાં આવેલા શખ્સોએ આશીર્વાદ આપવા ના બહાને વેપારીને હિપ્નોટાઇઝ કરી સોનાની વીંટી અને ચેઈન પડાવી લૂંટી લીધા પછી ફરાર થઈ ગયા.
ADVERTISEMENT
માહિતી મુજબ, વેપારી સુરેશચંદ્ર રાણાને શહેર વિસ્તારમાં એક કારમાં આવેલા સાધુ વેશધારી શખ્સોએ રસ્તા પર રોક્યા હતા. તેમણે એડ્રેસ પૂછવાની વાત કરી વેપારીને કારની નજીક બોલાવ્યો. ત્યારબાદ, સાધુએ આશીર્વાદ આપવાનો બહાનો કરી વેપારીના હાથમાં સ્પર્શ કર્યો અને તેમને હિપ્નોટાઇઝ કરી દીધા. વેપારી અજાણતા તેમની સોનાની વીંટી અને ગળાની ચેઈન ઉતારી આપતા ઠગો કારમાં બેઠા અને સ્થળ પરથી ફરાર થઈ ગયા.

ADVERTISEMENT
થોડી વારમાં વેપારી ભાનમાં આવ્યા બાદ ઘટના સમજાઈ, અને તેમણે તરત જ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસ હાલમાં કાર અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે ઠગોની ઓળખ કરવા માટે તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ પતિ ડૉક્ટર છે, ક્લિનિક ખોલવું છે, કહીને રૂ. 30 લાખની ઠગાઇ આચરનાર દંપતીની ધરપકડ
ADVERTISEMENT
પોલીસ નાગરિકોને ચેતવણી આપી રહી છે કે અજાણ્યા વ્યક્તિઓ, ખાસ કરીને સાધુના વેશમાં આવેલા શખ્સો સાથે સાવધ રહેવું અને કોઈપણ શંકાસ્પદ હલચલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.