બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતિ ડૉક્ટર છે, ક્લિનિક ખોલવું છે, કહીને રૂ. 30 લાખની ઠગાઇ આચરનાર દંપતીની ધરપકડ
Last Updated: 02:25 PM, 13 November 2025
ખેડાના મહુધા તાલુકાના ચુણેલ મા તાજેતર મા એક પરિવાર ની મહિલા નામે રેણુકાબેન હિરેનભાઈ પટેલ દ્વારા મહુધા પોલીસ મા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે એક મહિલા પોતાના ઘરે આવી હતી અને મારા પતિ ડોક્ટર છે અને ગામમાં દવાખાનું ખોલવું છે.
ADVERTISEMENT
તેમ કહી વિશ્વાશ મા લીધા હતા અને થોડીવાર આડી અવળી વાતોમા ચડાવી દવા નું પાર્શલ આવ્યું છે જે છોડાવવા માટે પૈસા અપૂરતા હોવાનું જણાવી નાણાં ની માંગણી કરી હતી અને 1 લાખ ની માગણી કરી 50 હજાર પડાવી લઇ રફુચક્કર થઇ ગયા હતા. આમ પોલીસ સમક્ષ ફરિયાદ થતા પોલીસ હરકત મા આવી હતી

ADVERTISEMENT
જોકે કોઈ ઓળખ કે ફોન નંબર પણ નહિ હોવાથી પોલીસે અલ્ટો કારની તપાસ કરી સર્વેલન્સ મારફ્તે અલ્ટો કાર અને આરોપી હિતેશગીરી બાબુપુરી ગોસ્વામી અને તેના પત્ની દક્ષાબન ગોસ્વામી મૂળ અમદાવાદ જિલ્લાના માંડલની અટકાયત કરી હતી. રેણુકાબેન પટેલ દ્વારા મહુધા પોલીસ મથક મા ફરિયાદ આપાતાં પોલીસ ની પ્રાથમિક તપાસ મા આ દંપતી પાસે થી રાજ્યના અનેક જિલ્લા મા આ પ્રકારે ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે

ADVERTISEMENT
ભાવનગર, રાજકોટ મહેસાણા બનાસકાંઠા ડીસા આણંદ સહીત ના જિલ્લા ના 57 જેટલાં બનાવો મા 30 લાખ કરતાં વધારે રકમ એંઠી હોવાનું પ્રકાશ્યું છે હાલ તો પોલીસ દ્વારા જે પોલીસ મથક વિસ્તાર મા છેતરપિંડી થઇ હોય તેના સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સાંતલપુર હાઈવે પર ભયાનક અકસ્માત, હિટ એન્ડ રન ઘટનામાં બે યુવકોના મોત
ADVERTISEMENT
ડોક્ટર નો બાહ્ય આડબર કરી નાગરિકો ની સહાનુભૂતિ મેળવી છેતરપિંડી ના આ નવતર કિમીયા ને કારણે હવે નાગરિકોએ સામાજિક રીતે કોની ઉપર વિશ્વાશ કે ભરોસો કરવો તેવી સમજણ કેળવવી પડશે.તેં આ ઘટના ઉપર થી સ્પષ્ટ થાય છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.