બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / medical mafia pharmacist licence scam in banaskantha audio viral
ADVERTISEMENT
મેડિકલ લાયસન્સ ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. બનાસકાંઠામાં લાયસન્સ ભાડે આપવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ઓડિયો ક્લીપમાં લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ફાર્માસિસ્ટ વિના લાયસન્સ ભાડે આપવાનું કૌભાંડ ચાલી રહ્યુ છે. મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટના લાયસન્સ ભાડે લઈને મેડિકલ સ્ટોર ધમધોકાર ચાલી રહ્યા છે. પાલનપુરના હિતેશ ચૌધરી લાયસન્સ ભાડે રાખે છે.
સરકારી અધિકારીઓની સંડોવણી
ADVERTISEMENT
પાલનપુરના આ મેડિકલ લાયસન્સના રેકેટના સૂત્ર ધાર હિતેશ ચૌધરીનો સાથ સરકારી અધિકારીઓ પણ આપી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. અધિકારીઓ સાથે સેટિંગ મુદ્દે પણ ઓડિયોક્લીપમાં વાત કરવામાં આવી છે.
ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવું ગુનો બને છે
ADVERTISEMENT
સરકારી નિયમ પ્રમાણે મેડિકલમાં ફાર્માસિસ્ટ ફરજિયાત છે તો પછી આ ડિંડવાણું કેમ ચલાવાય છે? ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવું ગુનો બને છે. કાયદાનો મેડિકલ માફિયાને કોઈ ડર હોય તેવું લાગતુ નથી કારણ કે આ લોકો લાયસન્સ માટે જાહેરાત પણ આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.