ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street

OMG / અમેરિકાના મિયામી બીચ લોકો વીકેન્ડની મજા માણી રહ્યાં હતાં, અચાનક થયું કંઈક એવું કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય !

Published By: ParthB

Last Updated: 03:18 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો અમેરિકાના મિયામી બીચ પરથી થયેલી હેલિકોપ્ટર ક્રેશનો છે

ADVERTISEMENT

  • અમેરિકાના મિયામી બીચ પાસે હેલિકોપ્ટર ક્રેશની બની દુર્ઘટના  
  • બીચ ઉપર લોકો દરિયાના મોજાની મજા માણી રહ્યાં હતાં.
  • આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રૂપે ઘવાયા 

અમેરિકાના મિયામી બીચ પર હજારો લોકો મસ્તી કરી રહ્યા છે. કેટલાક લોકો સન બાથની મજા માણી રહ્યા હતાં. તો વળી કેટલાક લોકો દરિયામાં સ્નાન કરી રહ્યા છે. ત્યારે એક એવી ઘટના બને છે જેની તમે કલ્પના પણ ન કરી શકો.

આકાશમાંથી પડી આફત

અચાનક એક સળગતું હેલિકોપ્ટર પાણીમાં પડે છે. હેલિકોપ્ટર પાણીમાં પડતાની સાથે જ ભારે દોડધામ મચી જવા પામી હતી. કેટલાક લોકો એવા છે કે જેઓ હેલિકોપ્ટર પાણીમાં પડે તે પહેલા જ તેને જોઈ લે છે અને વચ્ચેથી ભાગવાનો પ્રયાસ કરે છે. સદનસીબે, આ ઘટનામાં બીચ પર કોઈને ઈજા થઈ નથી.

ઘટના બાદ પોલીસે બીચ પર પ્રતિબંધ લગાવી દીધો 

ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હેલિકોપ્ટરમાં ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. મિયામી બીચ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. અન્ય એક ટ્વિટમાં પોલીસે કહ્યું કે હાલમાં લોકોને મિયામી બીચ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
 
હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતાં  

અહેવાલો અનુસાર, આ હેલિકોપ્ટરમાં કુલ 3 મુસાફરો હતા, જેમાંથી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટના બીચથી લગભગ 50 યાર્ડ દૂર આ ઘટના બની હતી. જો કે, રાહતની વાત એ છે કે,  આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Helicopter OMG Ocean USA crash ઓએમજી ગુજરાતી ન્યૂઝ દરિયો યુએસએ હેલિકોપ્ટર ક્રેશ Helicopter Crash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ