બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Massive promotion and transfer of IPS officers in Gujarat before elections

આદેશ / BIG NEWS : ચૂંટણી પહેલાં ગુજરાતમાં IPS અધિકારીઓની મોટાપાયે બઢતી-બદલી

Hiren

Last Updated: 10:27 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં IPS અને SPS અધિકારીઓની મોટાપાયે બઢતી અને બદલી કરવામાં આવી છે. સાથે DySPની બદલીના પણ ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

  • રાજ્યમાં પોલીસ બેડામાં ઉચ્ચ અધિકારીઓની બદલી
  • IPS અને SPS અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રોમોશન
  • IPS આર.બી. બ્રહ્મભટ્ટની ADG ગાંધીનગરથી CID તરીકે બદલી

ગુજરાતમાં 22 IPS અને SPS અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતીના આદેશ અપાયા છે. તો 82 DySPની પણ બદલીઓ કરવામાં આવી છે. જાણો કોને કઇ વધારાની જવાબદારી સોંપાઈ અને ક્યાં ટ્રાન્સફર અપાયું...

એડિશનલ DGP આર.બી બ્રહ્મભટ્ટને CIDમાં જવાબદારી સોંપાઈ છે. એમ.ડી જાનીને SRPF ગ્રુપ-6માં બદલી કરાઈ છે. આર.ટી સુસરાને સુરત શહેર ઝોન-1ના DCP બનાવાયા છે. સુધા પાંડેની SRPF ગ્રુપ 13માં બદલી કરવામાં આવી છે. એસ.વી પરમારને રાજકોટ ઝોન-1ના DCP બનાવાયા છે. ઉષા રાડાને સુરત ઝોન-3ના DCP તરીકે બદલી કરાઈ છે. અજીત રજિયાનને અમદાવાદમાં સાયબર ક્રાઈમના નવા DCP બનાવાયા છે. પ્રવિણ કુમારની આણંદના નવા પોલીસ વડા તરીકે બદલી કરાઈ છે. સુરત ઝોન-6ના DCP તરીકે બી.આર પટેલને જવાબદારી સોંપાઈ છે.

ગૃહ વિભાગનું જાહેરનામું

  • ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં IPSની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ૧૭/૦૯/૨૦૨૨ના જાહેરનામાથી શ્રી આર. બી. બ્રહ્મભટ્ટ, આઇ.પી.એસ. (ગુ૪:૧૯૯૫), અધિક પોલીસ મહાનિર્દેશક (તપાસ), ગાંધીનગરની અધિક પોલીસ મહાનિર્દેશક, સી.આઇ.ડી. (ક્રાઇમ અને રેલવેઝા, ગાંધીનગર તરીકે બદલી કરવામાં આવેલ હોઈ તેઓની બદલીથી ખાલી પડતી અધિક પોલીસ મહાનિદેશક (તપાસ), ગાંધીનગરની જગ્યાનો વધારાનો હવાલો શ્રી બ્રજેશ કુમાર ઝા, આઇ.પી.એસ. (ગુજ:૧૯૯૯), પોલીસ મહાનિરીક્ષક (વહીવટ), ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
  • ૨.  આર. બી. બ્રહ્મભટ્ટ, આઇ.પી.એસ. (ગુજ.૧૯૯૫) ને અધિક પોલીસ મહાનિર્દેશક (પોલીસ સુધારણા), ગાંધીનગરની જગ્યાના વધારાના હવાલામાંથી મુક્ત કરી સદર જગ્યાનો વધારાનો હવાલો શ્રી બ્રજેશ કુમાર ઝા, આઇ.પી.એસ. (ગુજ:૧૯૯૯), પોલીસ મહાનિરીક્ષક (વહીવટ), ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.
  • 3. નિર્લિપ્ત રાય, આઇ.પી.એસ. (ગુજ:૨૦૧૦), પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને પોલીસ અધિક્ષક (કાયદો અને વ્યવસ્થા), ગુજરાત રાજ્ય ગાંધીનગરની જગ્યાના વધારાના હવાલામાંથી મુક્ત કરી સદર જગ્યાનો વધારાનો હવાલો શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, આઇ.પી.એસ. (ગુજ:૨૦૦૯), સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ, મેટ્રો સુરક્ષા જુથ, ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત સોંપવામાં આવે છે.

22 IPS અને SPS અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રોમશન

IPS અને SPS અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રમોશન કરવામાં આવ્યા છે. 19 IPS અને 3 SPS અધિકારીઓના ટ્રાન્સફર અને પ્રમોશન કરવામાં આવ્યા છે.

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat police IPS officers આઈપીએસ ગુજરાત પોલીસ ટ્રાન્સફર બઢતી બદલી Gujarat Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ