બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / maruti suzuki to launch its first electric car by 2024 will be wagonr

જાહેરાત / જોરદાર! મધ્યમ વર્ગની પહેલી પસંદ Wagon R નું લોન્ચ થશે ઈલેક્ટ્રિક મોડૅલ, જાણી લો કિંમત

Premal

Last Updated: 01:47 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારૂતિ સુઝુકી ઈન્ડિયા લાંબા સમયથી ઈલેક્ટ્રીક વાહનના લોન્ચિંગને ટાળી રહી હતી. પરંતુ હવે કંપનીએ તેને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. મારૂતિ સુઝુકીએ પોતાની પ્રથમ ઈલેક્ટ્રીક કાર 2024માં લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે અને કંપની તરફથી પહેલી EV ગ્રાહકોની મનપસંદ કાર વેગનઆર ઈલેક્ટ્રીક હશે.

  • મારૂતિ સુઝુકી પોતાની પ્રથમ ઈલેક્ટ્રીક કાર 2024માં કરશે લોન્ચ
  • પહેલી EV ગ્રાહકોની મનપસંદ કાર વેગનઆર ઈલેક્ટ્રીક હશે
  • કંપની 2026 સુધી પોતાના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોમાં કારની સંખ્યા વધારશે

ગ્રાહક 10-12 લાખ રૂપિયાના બજેટમાં ખરીદી શકશે

ત્યારબાદ કંપની 2026 સુધી પોતાના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોમાં કારની સંખ્યા વધારશે. મારૂતિએ 2018માં EV પ્લાનની જાહેરાત કરી હતી અને 2020માં પહેલી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની વાત કહી હતી. પરંતુ ઘણા બધા પડકારોને પગલે કંપની આ કારમાં ખૂબ મોડી પડી છે. જેમાં મહામારીથી લઇને ચાર્જિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બેટરીનો ખર્ચ સામેલ થાય છે. Tata Motors અને Hyundai India સિવાય MG Motor India નું માનવુ છે કે 2026-2028 સુધી દેશમાં ચાર્જિગની પૂરતી વ્યવસ્થા તૈયાર થઇ જશે. મારૂતિ સુઝુકી પણ આ ગણતરી સાથે દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને મુકાબલે ઉતારશે. કંપનીએ વ્યાજબી બેટરી ટેકનોલોજી માટે તોશિબા અને ડેન્સોની સાથે ભાગીદારી કરી છે. જેમાં કારો માટે બેટરી બનાવવામાં આવશે અને બાકી કંપનીઓને સપ્લાય પણ કરાશે. ઉલ્લેખનીય છે કે, કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાના બજેટમાં આવતી ઈલેક્ટ્રીક કાર રજૂ કરવાનો છે, જે ખરેખર વ્યાજબી હશે અને આશરે 10-12 લાખ રૂપિયાના બજેટમાં ગ્રાહક તેને ખરીદી શકશે.

EV માર્કેટમાં વધુ તેજી આવવાની શક્યતા

2024 સુધી જો આ કાર મારૂતિ સુઝુકી લોન્ચ કરે છે તો આ ખૂબ શ્રેષ્ઠ સાબિત થશે. કારણકે વર્તમાન સ્થિતિને જોઈને અત્યારે EV બજારમાં વધુ તેજી આવવાની સંભાવના છે. ઈન્ડસ્ટ્રી રિપોર્ટનું માનીએ તો સપ્ટેમ્બર સુધી 2900 પબ્લિક EV ચાર્જિગ પોઈન્ટની ગણતરી થઇ ગઇ છે અને 2025 સુધી આ સંખ્યા 79,000 સુધી પહોંચવાની નીતિ પર કામ થઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ