ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / Mansa mla suresh patel brother dies new jersey america

કોરોના વાયરસ / માણસાના ધારાસભ્યના ભાઈનું અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોનાથી મોત

Published By: Hiren

Last Updated: 10:27 PM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં આવી ગયું છે તેમાં ભારત સહિત અમેરિકા પણ તેનો શિકાર બન્યું છે. તેવામાં મૂળ ભારતીય અને પ્રવાસે ગયેલા ગુજરાતીઓ કોરોનાને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અમેરિકામાં એક ગુજરાતીનું કોરોનાથી મોત થયું છે. માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના મોટાભાઈ અરવિંદ પટેલનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે.

ADVERTISEMENT

  • ગુજરાતીનું અમેરિકામાં કોરોનાથી મોત
  • માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના ભાઇનું કોરોનાથી મોત
  • અમેરિકાના ન્યૂજર્સી ખાતે થયું મોત

ગાંધીનગરના માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલો છે. ત્યારે તેમના પરિવારના 300 સભ્યોનો પરિવાર બિઝનેસ સાથે સંકળાયેલો છે, જેને લઇને પરિવારનું ભારતથી અમેરિકા અને અમેરિકાથી ભારત આવન-જાવન શરૂ રહે છે. જેને લઇને માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના ભાઇ અરવિંદ પટેલ પણ અમેરિકામાં હતા, જેમનું કોરોનાના કારણે મોત થયું છે. એક મહિના પહેલા 2 મહિનાના પ્રવાસ કરવા અરવિંદ પટેલ ન્યૂજર્સી ગયા હતા. જ્યાં તેમનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. જોકે અરવિંદ પટેલના પત્નીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કલોલ પાસે આવેલા પલિયડથી અરવિંદ પટેલ તેમના ભાઇ બિમાર હોવાથી તેમના ખબર પૂછવા માટે અમેરિકા ગયા હતા. તેઓ ત્યાં તેમની પુત્રીને ત્યાં થોડો સમય રોકાયા હતા. ત્યારબાદ ત્યાં તેમને ઉધરસ અને શરદીની સમસ્યા થઇ હતી. જેને લઇને તેમને સ્થાનિક હોસ્પિટલમાં બતાવવા માટે લઇ ગયા હતા. જ્યાં તેમનો તપાસ દરમિયાન કોરોના પોઝિટિવ આવતા સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું ન્યૂજર્સીમાં મોત થયું છે. તેમનું મોત થતા માણસા તાલુકા અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં શોક ફેલાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

America Coronavirus Mansa અમેરિકા કોરોના વાયરસ માણસા coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ